Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વ્યક્તિના મોબાઈલ અને આઠને રોકડ પરત અપાઈઃ
જામનગર તા. ૨૦: જામનગરના બે મહિલા સહિત આઠ વ્યક્તિઓએ ફ્રોડમાં રૂ।.૧૮ લાખથી વધુની રકમ ગૂમાવી હતી. જ્યારે એક આસામીએ મોબાઈલ ગૂમાવી દીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેની કરાયેલી અરજીના આધારે તમામ નવ વ્યક્તિઓની રોકડ, મોબાઈલ રીક્વર કરી અદાલતના આદેશથી પરત સોંપવામાં આવ્યા છે.
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા સમયે બે મહિલા સહિત નવ વ્યક્તિએ પોતાની સાથે આર્થિક છેતરપિંડી થઈ હોવાની અરજીઓ કરી હતી. તે અરજીઓ અંગે પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં જોડાઈ હતી.
ઉપરોક્ત અરજદારોમાંથી આઠ વ્યક્તિની રોકડ રકમની છેતરપિંડી થઈ હતી અને એક આસામીનો મોબાઈલ ગયો હતો. તે તમામ મળી કુલ રૂ।.૧૮,૨૫,૪૮૭ની રીકવરી થવા પામી હતી. ઉપરોક્ત આસામીઓએ અદાલતમાં તે મેળવવા માટે કરેલી અરજીઓમાં થયેલા હુકમના આધારે ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આઠ વ્યક્તિને તેઓની રોકડ અને એક યુવાનને તેનો મોબાઈલ પરત સોંપી આપ્યો છે. એક આસામીના રૂ।.૬,૧૭,૨૯૫, બીજા આસામીના રૂ।.૩,૯૧,૧૯૨ તેમજ ત્રીજા આસામીના રૂ।.૩,૪૪,૧૬૧ સહિતની રોકડ પરત આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial