Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધૂમ સ્ટાઇલમાં નીકળતા શખ્સોને પોલીસે પાઠ ભણાવવો જરૂરી
જામનગર તા. ૫: જામનગરમાં અમુક વિસ્તારોમાં મોડી રાત્રે સંખ્યાબંધ ટુ-વ્હીલર પર એક ટોળું પસાર થાય છે અને દેકારા સાથે ધૂમ સ્ટાઇલમાં બેફામ ડ્રાઇવિંગ કરી પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકે છે. ગત ૩ તારીખે પણ આ ધૂમ ગેંગ બેકાબૂ થઇ જાહેર રસ્તાઓ પરથી પસાર થઇ હતી.
રાત્રે દોઢ વાગ્યા પછી પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક વગેરે વિસ્તારોમાંથી આ ધૂમ ગેંગ પસાર થઇ હતી. સંખ્યાબંધ ટુ-વ્હીલર પર લોકો ચિચિયારીઓ પાડતા પસાર થયા હતાં. આ લોકો સ્પીડ બ્રેકર પણ ઠેકાડતા ઠેકાડતા નીકળ્યા હતાં. અડધી રાત્રે નિરવ શાંતિમાં આ દેકારા અને બેફામ ડ્રાઇવિંગથી સ્થાનિકો આશ્ચર્ય પામવાની સાથે ભયભીત થયા હતાં.
આ ધૂમ ગેંગનાં બેફામ ડ્રાઇવિંગનાં વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વહેતા થયા છે. ત્યારે લોકોની સલામતિને જોખમમાં મૂકતા આ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી આ લોકોને કાયદાનાં પાઠ ભણાવવા જરૂૂરી છે. શહેરમાં વિવિધ પોઇન્ટ પર નેત્રમ નેટવર્ક અંતર્ગત સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે ત્યારે પોલીસ દ્વારા આ ધૂમ ગેંગને શોધી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial