Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહેનની દરકાર અને સારવાર કરાવવા તાકીદઃ
જામનગર તા. ૪: જામનગરના એક વિસ્તારમાં ગઈકાલે મહિલાના મકાનમાં આવી ચઢેલા યુવતીની મદદ માટે મહિલા અભયમ્ ટીમની મદદ માંગવામાં આવી હતી. ધસી આવેલી ટીમે આ યુવતીના ભાઈને શોધી કાઢ્યા પછી આ યુવતી માનસિક અસ્વસ્થ હોવાનું ખૂલ્યું છે. તેણીના ભાઈને સારવાર અને દરકાર રાખવાની તાકીદ કરી બહેનનો કબજો સોંપાયો છે.
જામનગરના એક વિસ્તારમાં ગઈકાલે એક મહિલા પોતાના ઘરમાં હતા ત્યારે અચાનક જ એક યુવતી તેમના ઘરમાં ઘૂસી આવી હતી અને એકલી એકલી વાતો કરવા માંડી હતી. તેણીની હાલત જોઈ આ મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનને જાણ કરતા તેની ટીમ મદદ માટે ધસી ગઈ હતી.
સ્થળ પર પહોંચેલા ટીમના કાઉન્સેલર ઈશિતા પરમાર, કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ, પાયલોટ સુરજીતસિંહ વાઘેલાએ આ યુવતીને પૂછપરછ કર્યા પછી શાંત થવા જણાવ્યું હતું અને તેણી પાસેથી ઘરનું સરનામુ મેળવી તેણીના પરિવારનો સંપર્ક કરતા તેણીના ભાઈ આવી ગયા હતા. તેઓએ પોતાની બહેન માનસિક અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. ૧૮૧ ટીમે બહેનની યોગ્ય દેખભાળ તથા સારવાર કરાવવાની તેઓની કાયદેસર તથા નૈતિક જવાબદારી હોવાનું જણાવી આ યુવતીનો કબજો તેણીના ભાઈને સોંપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial