Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૫ જુલાઈના રવિવારે આયોજનઃ
મીઠાપુર તા. ૩: મીઠાપુર હોસ્પિટલ, ટાટા કેમિકલ્સ લિમિટેડ અને સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે મીઠાપુર હોસ્પિટલમાં નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ રવિવાર, તા. ૦૫ જુલાઈ ૨૦૨૬ના સવારે ૯:૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાશે.
કેમ્પમાં ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટિકલ કેર મેડિસિન, કેન્સર, ગેસ્ટ્રો-લિવર સર્જરી, નેફ્રોલોજી, શ્વસન રોગો તથા ઈએનટી સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પ દરમિયાન ફ્રી કન્સલ્ટેશન, ઈસીજી, બ્લડ પ્રેશર તથા સુગર (આરબીએસ) જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે.
ઉપરાંત મીઠાપુર હોસ્પિટલ દ્વારા તા. ૦૫ જુલાઈ ૨૦૨૬ના સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરીને માનવસેવામાં સહભાગી થવા અનુરોધ કર્યો છે. રક્તદાનથી અનેક દર્દીઓને જીવનદાન મળી શકે છે અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી શકાય છે. કેમ્પ અંગે વધુ માહિતી અને નોંધણી માટે મીઠાપુર હોસ્પિટલના સંપર્ક નંબર ૦૨૮૯૨-૬૭૫૪૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial