Advertisement
Author: નોબત સમાચાર

દાદીને સારી રીતે રાખવાનું કહેનાર પૌત્રને એક મહિલા સહિત ચારે ધોકાવી નાખ્યા

ધ્રોલના દેડકદળમાં ધસી આવી કરાયો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ધ્રોલના દેડકદળ ગામમાં રહેતા એક યુવાને પોતાના દાદીને સારી રીતે રાખવા માટે કહ્યા પછી રાજકોટના ચાર વ્યક્તિ ગઈકાલે દેડકદળ ધસી આવ્યા હતા. તેઓએ આ યુવાન સાથે બોલાચાલી કરી તેને ઢીકાપાટુ અને લાકડીથી માર માર્યાે હતો.

ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતા મનસુખભાઈ ભૂપતભાઈ ઝીંઝુવાડીયા નામના યુવાન ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે રાજકોટમાં વ્હોરા સોસાયટીમાં રહેતા જીકુબેન દિલીપભાઈ જોગરાજીયા, રાહુલ દિલીપભાઈ, લાલો દિલીપભાઈ જોગરાજીયા અને માધાપર નજીક રહેતા સંજય બાબુભાઈ જાખેલીયા ધસી આવ્યા હતા.

અગાઉ મનસુખભાઈના દાદીને સારી રીતે રાખવા માટે મનસુખભાઈએ ફોન કરીને જીકુબેન તથા તેના પુત્ર રાહુલને કહ્યું હતું ત્યારે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી ગઈકાલે ધસી આવેલા ચારેય વ્યક્તિએ મનસુખભાઈ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ વડે માર મારવા ઉપરાંત લાલા દિલીપભાઈએ લાકડીથી માર માર્યાે હતો અને સંજય બાબુભાઈએ ફડાકા ઝીંક્યા હતા. ધ્રોલ પોલીસ મથકમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh