Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વાર પ્રસન્નચિત્ત બેઠેલા શિવજીને માતા પાર્વતીજીએ પ્રશ્ન પુછ્યો, હે નાથ તમે રૃંઢમાળા એટલે કે ખોપરીઓની માળા ધારણ કરો છો જ્યારે અન્ય દેવો હીરા-મોતી જેવા કિંમતી ઝવેરાતો અને સુવર્ણના ઘરેણા ધારણ કરે છે. તમને આ ખોપરીઓની માળા કેમ આટલી બધી પ્રિય છે ? તેનું રહસ્ય મને જણાવો.
દેવાધિદેવ શિવજી માતા પાર્વતીજીના મુખેથી આ અચાનક પુછાયેલા પ્રશ્નને સાંભળીને ખડખડાટ હસી પડાયું. શિવજી બોલ્યા, દેવી એ જાણવાની તમારે શી જરૂર છે?
મને તે અત્યંત પ્રિય છે તેથી તેને હું ધારણ કરૂ છું. તમે તો મારા અર્ધાંગિની છો. તમારે મને આવા પ્રશ્નો ન પુછવા જોઈએ.
ત્યારે પાર્વતી માતા એક ના બે ન થયા. તેમણે રીતસરની હઠ પકડી આજે તો તમે મને એ જણાવો જ કે તમે હાડકાંના હારડા શા માટે ધારણ કરો છો?
શિવજી સમજી ગયા કે નક્કી આ આગ નારદજી જ લગાડી ગયા લાગે છે. તેમણે પાર્વતી માતાને પ્રશ્ન પુછ્યો, આજે હું વન વિહાર કરવા ગયો ત્યારે અહીં કોઈ આવ્યું હતુ ?
માતા પાર્વતીએ જવાબ આપ્યો,' હા, મહર્ષિ નારદજી આવ્યા હતા. તેમણે જ આ પ્રશ્ન મને પુછ્યો. તેઓ એ બધા દેવોને આ રહસ્ય પુછ્યુ. પરંતુ કોઈનેય તેનો ઉત્તર ન મળ્યો. તેથી પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે આ પ્રશ્ન નારદજીએ મને પુછ્યો. ત્યારે મેં પણ અન્ય દેવોની જેમ જણાવ્યું કે, ' આ રહસ્ય વિશે તો મને પણ કંઈ જાણ નથી.'
ત્યારે મને નારદજીએ કહ્યું, ' તમે તેમના અર્ધાંગિની છો ને તમેય તે રહસ્ય ને નથી જાણતા?' આમ કહી માતા પાર્વતી એ ઝડપથી આ રહસ્યને પ્રગટ કરવા શિવજીને વિનંતી કરી.
આખરે સ્ત્રી હઠ પાસે ઝુકી ગયેલા દેવાધિદેવ મહાદેવે તેનું રહસ્ય જણાવતા કહ્યું, 'દેવી' આ જેટલી ખોપરીઓ છે તેટલા તમારા અવતાર થયા છે. તમારા દરેક અવતારની ખોપરી ને મેં મારા આ રૃંઢમાળામાં પોરવી દીધી છે. તમારા થી વધારે આ જગતમાં મને બીજુ કંઈ નથી. તમે મારા હૃદયેશ્વરી છો. તમારા દરેક અવતારના દેહવિલય બાદ તેની ખોપરી હું લઈ મારા આ હારમાં પોરવતો આવ્યો છું. તેના વડે જ મને હૃદયની સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.'
શિવજીના મુખેથી આ રહસ્ય સાંભળી અને સતી પાર્વતી તો વ્યથિત થઈ ગયા. તેમણે મહાદેવજીને કહ્યું, ' તમે અજરઅમર છો અને મારે અવતાર ધારણ કરવા પડે છે ? હું પણ તમારી જેમ જ અમર કેમ ન બનું ? હું તમારી અર્ધાંગિની છું. મારે પણ આ જન્મજન્માંતરના ફેરામાંથી છુટવું છે.'
ત્યારે ભગવાન શિવજી બોલ્યા, ' તમે તો માયાનું જ સ્વરૂપ છો. માયા ક્યારેય પણ અમર રહેતી નથી. જો તમારે અમર બનવું હોય તો અમર કથા સાંભળવી પડે. તે અમર કથા કોઈ એકાંત સ્થાનમાં જ સંભળાવી શકાય. અને પાર્વતી અમર કથા સાંભળવા તત્પર થયા.
આમ, શિવજીએ રૃંઢમાળા ધારણ કરવા પાછળનું રહસ્ય માતા પાર્વતીજીની સામે પ્રગટ કર્યું.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો