Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના મુદ્ે અદાલત લાલઘૂમ
નવી દિલ્હી તા. ૨૬: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના મુદ્ે એનસીઈઆરટીને સુપ્રિમ કોર્ટે ફટકાર લગાવી છે અને શો-કોઝ નોટીસ આપી છે.
સુપ્રીમ કોર્ટમાં એનસીઈઆરટી ધોરણ ૮ના પાઠ્યપુસ્તકના પ્રકરણ *ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર* અંગેની સુનાવણી શરૂ છે. સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જે. બાગચી અને જસ્ટિસ પંચોલીની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસની નારાજગી બાદ એનસીઈઆરટીએ પુસ્તક પાછું ખેંચી લીધું છે અને કાઉન્સિલે કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી છે.
કોર્ટ આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. સીજેઆઈ સૂર્યકાંતે કહૃાું કે, *આ ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટેનું એક સુનિયોજિત પગલું છે. ન્યાયપાલિકાના વડા તરીકે, જ્યાં સુધી હું સંતુષ્ટ નહીં થાઉં ત્યાં સુધી આ મામલાની સુનાવણી ચાલુ રહેશે.*
સુનાવણી દરમિયાન એનસીઈઆરટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું, *સૌ પ્રથમ, અમે બિનશરતી માફી માંગીએ છીએ. શાળા શિક્ષણના સચિવ પણ અહીં હાજર છે.* જો કે સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરતા કહૃાું, *તેમની નોટિસમાં માફીનો એક પણ શબ્દ નથી. જે રીતે ડિરેક્ટરે આ બાબતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે તે જોતા લાગે છે કે આમાં કોઈ મોટું ષડયંત્ર છે.*
સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી હતી કે, જવાબદાર લોકોને ભવિષ્યમાં આવા કામોમાં હિસ્સેદાર નહી બનાવવામાં આવે. બજારમાં આવેલા તમામ ૩૨ પુસ્તકો પાછા ખેંચવામાં આવી રહયા છે. એક ટીમ દ્વારા આખા પ્રકરણની ફરીથી સમીક્ષા કરવામાં આવી રહી છે. પાઠ્યપુસ્તકમાં 'જસ્ટિસ ડિલેડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ' (ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે) શીર્ષકવાળા હિસ્સાને પણ હટાવવા અંગે વિચારણા કરાશે, કારણ કે આપણે બાળકોને એવું ન શીખવી શકીએ કે ન્યાય મળતો જ નથી.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આકરા શબ્દોમાં ઉમેર્યું હતું કે, *તમે આ બાબતને ખૂબ જ હળવાશથી લીધી છે. જવાબદારોના ધનુષમાંથી જે બાણ છૂટ્યું છે, તેનાથી આજે ન્યાયપાલિકા લોહીલુહાણ થઈ ગઈ છે. પુસ્તક હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે, મને પણ એક સ્ત્રોત દ્વારા તેની નકલ મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial