Advertisement
Author: નોબત સમાચાર

બેડી વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા પ્રયાસના કેસમાં ચાર આરોપીને પાંચ-પાંચ વર્ષની કેદ

રૂ।.૪૦ હજારનો ફટકારવામાં આવ્યો દંડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના બેડી વિસ્તારમાં અગિયાર વર્ષ પહેલાં એક વ્યક્તિ પર પાંચ વ્યક્તિએ છરી, પાઈપ, તલવાર-ધોકાથી પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે ચાર આરોપીને પાંચ-પાંચ વર્ષની કેદ અને રૂ।.૪૦ હજારનો દંડ ફટકાર્યાે છે. એક આરોપીનું ચાલુ કેસ દરમિયાન અવસાન થયું હતું.

જામનગરના બેડી વિસ્તારમાં વિન્ડ મીલ સામે હોળી ફળીમાં રહેતા ઈશાભાઈ આમદભાઈ કકલ નામના વ્યક્તિ ગઈ તા.૧પ-૮-૧૪ના દિને પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે પથ્થર ભરેલા ટ્રેક્ટર સાથે આવેલા શબ્બીર નામના શખ્સે ઈશાભાઈના ઘરની સામે આવેલા તેમના પ્લોટમાં પથ્થર ઠલવવાનો પ્રયાસ કરતા ઈશાભાઈએ પોતાના પ્લોટમાં પથ્થર નહી નાખવાનું કહેતા બોલાચાલી થઈ હતી.

આ વેળાએ શબ્બીર તેમજ તેના ભાઈ અસગર કાસમ છરેચા, મહેબુબ કાસમ છરેચા, અકબર કાસમ અને હાજી કાસમ છરેચાએ છરી-પાઈપ, તલવાર-ધોકાથી હુમલો કરી ઈશાભાઈ તથા તેમના પત્ની અને પુત્રી પર હુમલો કર્યાે હતો. જેમાં ઈશાભાઈને ગંભીર ઈજા થઈ હતી. પોલીસમાં તેની ફરિયાદ કરાતા પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે પચ્ચીસ દસ્તાવેજી પુરાવા અને છવ્વીસ સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી. તેમજ ફરિયાદીનો પ્લોટ પચાવી પાડવાની કોશિષ ઉપરાંત તેઓને મારી નાખવાનો પ્રયાસ કરાયાની દલીલ કરી હતી. અદાલતે તમામ આરોપીને હત્યા પ્રયાસના કેસમાં પાંચ-પાંચ વર્ષની સખત કેદ અને રૂ।.પ હજારનો દંડ, આઈપીસી ૩૨૪ના ગુન્હામાં બે-બે વર્ષની કેદ અને રૂ।.૩ હજારનો દંડ, આઈપીસી ૩૨૩ના ગુન્હામાં એક-એક વર્ષની સખત કેદ અને રૂ।.ર હજારનો દંડ ફટકાર્યાે છે. દંડમાંથી ફરિયાદીના પત્નીને રૂ।.૪૦ હજાર વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા. ચાલુ કેસ દરમિયાન એક આરોપી-હાજી કાસમ છરેચાનું અવસાન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh