Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે પછડાયા પછી સોના-ચાંદીમાં ઝડપી રિક્વરી
મુંબઈ તા. ૩: ગઈકાલે સોના-ચાંદીનું માર્કેટ ગબડ્યા પછી આજે ઝડપી રિક્વરી થઈ છે અને ઉઘડતા બજારે જ તેજી જોવા મળી રહી છે. આજે માર્કેટ ખૂલતા જ સોનામાં ૧૦ ગ્રામ દીઠ રૂપિયા સાડા પાંચ હજાર અને ચાંદીમાં કિલો દીઠ રૂપિયા ર૧ હજારનો વધારો નોંધાયો છે.
હમણાંથી દરિયામાં થતી ભરતી-ઓટ જેવી સ્થિતિ સોના-ચાંદીની માર્કેટની છે. સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેરબજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અચાનક જ ભારે તેજી જોવા મળે અને અચાનક જ કિંમતો ક્રેશ થઈ જાય.
સોનાચાંદીની કિંમતમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત ૪ લાખ રૂપિયાને પાર ગયા બાદ અચાનક જ ક્રેશ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થઈ રહ્યો હતો. જો કે, આજે બન્ને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે. મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) એમસીએક્સ પર વાયદા બજારમાં માર્કેટ ખૂલતા જ સોના-ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી. સોમવારે ચાંદીની કિંમત ર.રપ લાખ રૂપિયા થઈ હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં ર૧ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ એકઝાટકે પ હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે ૧ કિલો ચાંદીની કિંમત ર,પ૭,૪૮૦ રૂપિયા પહોંચી છે. અગાઉ ર૯-જાન્યુઆરીએ ચાંદીની કિંમત પહેલીવાર ૪ લાખ રૂપિયાને પાર થઈ હતી. સોમવારે (બીજી ફેબ્રુઆરી) ૧૦ ગ્રામ સોનાનો ભાવ એમસીએક્સ પર ૧,૪૩,૯૯૧ રૂપિયા પર બંધ થયો હતો. આજે તેમાં પ,૪૯૪ રૂપિયાનો ઉછાળો નોંધાતા માર્કેટની શરૂઆતમાં સોનાની કિંમત ૧,૪૯,૪૮પ રૂપિયા પહોંચી હતી. જો કે, હાલમાં જ ર૯-જાન્યુઆરીએ સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. જ્યારે ૧૦ ગ્રામ સોનાની કિંમત ૧,૯૩,૦૯૬ રૂપિયા થઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial