Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સિંધી સમાજના પ્રમુખ-ઉપપ્રમુખપદે પુનઃ નિયૂકિતઃ નવી ટીમની કરાઈ જાહેરાત

ઉધવદાસ ચંદિરામાણી અને પરમાનંદભાઈ ખટ્ટરની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર સિંધી સમાજમાં આગામી ૩ વર્ષ માટે ઉધવદાસ ચંદિરામાણી પ્રમુખપદે અને પરમાનંદભાઈ ખટ્ટર ચેરમેન પદે પુનઃનિયુકત થયા છે.

જામનગર સિંધી સમાજ દ્વારા લોકશાહીના મૂલ્યો અને પરસ્પર સમજૂતીના સંગમ સાથે આગામી ૩ વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગત ૩૧ જાન્યુઆરીના યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં સમાજના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન પ્રમુખ પદ માટે છેલ્લા ચાર દાયકાઓથી વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદાર હોવા છતાં હંમેશાં 'સામાન્ય સેવક' બનીને કાર્યરત રહૃાા છે. જેમની બહુમુખી પ્રતિભા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને ધ્યાને રાખીને સમાજે તેમના નામ પર સર્વાનુમતે મહોર લગાવી સાથ-સહકારની ભાવના સાથે સર્વ સંમતિ સાધવામાં આવી હતી. જેના પરિણામે ઉધવદાસ ભૂગડોમલ ચંદિરામાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. અને સમાજના વડીલ મુરબ્બી અને ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટરની 'ચેરમેન' પદે પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે. જેમણે દાયકાઓથી જામનગરથી લઈ અખિલ ભારતીય સિંધી સમાજ સુધી પોતાની નિષ્ઠાવાન સેવાઓ આપી છે, તેવા પરમાનંદભાઈનું માર્ગદર્શન આગામી સમયમાં સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ નવી નિમણૂક બાદ બન્ને અનુભવી અને સેવાના ભેખધારી હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ''અમારો મુખ્ય ઉદ્દેશ્ય સિંધી સમાજમાં એકતા જાળવી રાખવાનો અને યુવા પેઢીને સમાજના ઉત્થાન માટે જોડવાનો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રોમાં જામનગર સિંધી સમાજ અગ્રેસર રહે તે માટે અમે કટિબદ્ધ છીએ.''

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh