Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૫ લાખનો મુદ્દામાલ કબજે કરી સાગરિતની શોધખોળઃ
જામનગર તા. ૨૬: દ્વારકા નજીકના ભીમરાણા ગામમાં એક મકાનમાં મંગળવારની રાત્રે પોલીસે દરોડો પાડતા તે મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૪૫૬ બોટલ ભરેલી ૩૮ પેટી મળી આવી હતી. પોલીસે બે બ્રાંડની બોટલો કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે અને સાગરિતોના સગડ દબાવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા ભીમરાણા ગામમાં નવાપરા વિસ્તારમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા દિલીપસિંહ રૂડાજી જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની જડતી લેવામાં આવતા ત્યાં હાજર ભીમરાણા ગામના ઉમેદસિંહ શિવુભા વાઢેર ઉર્ફે અનીયા નામના શખ્સના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બે બ્રાંડની ૩૮ પેટીમાં ભરેલી ૪૫૬ બોટલ મળી આવી હતી. પોલીસે એક મોબાઈલ, દારૂનો જથ્થો મળી કુલ રૂ।.૫૦૬૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને ઉમેદસિંહની ધરપકડ કરી દિલીપસિંહ સહિતના વ્યક્તિઓની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial