Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક ઘરોમાં ગંદા પાણી ઘૂસ્યા પણ મનપાનું તંત્ર ઘોર નિદ્રામાં...
જામનગર તા. ૩: જામનગરના વોર્ડ નં. ૧ ના અમુક વિસ્તારોમાં ગટરની સફાઈના અભાવે ગંદા પાણી રહેવાસીઓના ઘરમાં ઘૂસી રહ્યાં છે, તથા માંદગીનું પ્રમાણ વધ્યું છે. આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ દાદ આપતા નથી.
આજે પણ ગટરના ગંદા પાણી અમુક રહેવાસીઓના ઘરમાં ઘૂસી જતા તેઓના અગત્યના કાગળો પલળી ગયા હતાં. આ ઉપરાંત સફાઈના અભાવના કારણે ગટરો કચરાથી ઉભરાઈ રહી છે. આ બાબતે અનેક વખત સંબંધિત એસએસઆઈ સમક્ષ રજૂઆત કરવા છતાં દાદ આપવામાં આવતી નથી.
ઉપરાંત ગંદકીના કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હજુ તાજેતરમાં કોલેરાએ દેખા દીધા હતાં. જે તંત્રને યાદ જ હશે. આ અંગે સ્થાનિક આગેવાન અનવર સંઘારે તંત્ર સમક્ષ રજૂઆત કરી ગટરની પાઈપલાઈન, ખૂલ્લી ગટર અને ભૂગર્ભ ગટર વિગેરેની સઘન સફાઈ કરવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial