Advertisement
Author: નોબત સમાચાર

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે...!!

બીએસઇ    સેન્સેક્સ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૮૮ સામે ૮૦૩૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૭૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૨૫ સામે ૨૪૬૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૪૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો... આજરોજ મહારાષ્ટ્ર ડે નિમિતે ભારતીય શેરબજાર બંધ રહેનાર હતું. પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ સૈન્ય લડત આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્વની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા અને ચાઈના બન્ને ઝુંકવા તૈયાર નહીં હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, લોકલ ફંડોની શેરોમાં સાવચેતી સાથે વેચવાલી જોવા મળી હતી.

પ્રથમ વખત, સ્થાનિક સંસ્થાઓ હવે એનએસઈ ૫૦૦ કંપનીઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો કરતાં વધુ હિસ્સો ધરાવે છે, સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો ૧૮.૧૧% જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો આઉટફ્લો હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારની સ્થિરતાને મજબુત કરી છે, વધુ સ્થિતિસ્થાપક ભારતીય ઇક્વિટી ભાગીદારીનો સંકેત આપે છે. જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય ઇક્વિટીના ભારે વેચાણ કરતા હતા, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના બજારને મજબૂત સમર્થનને કારણે તેમની માલિકી નિફ્ટી ૫૦૦ કંપનીઓમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. ડેટા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેમની મ ાલિકી પ્રથમ વખત વિદેશી રોકાણકારો કરતાં વધુ સારી છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૩ બિલિયન ડોલર (રૂ.૧.૧૧ લાખ કરોડ)ના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી, વધતી જતી ઉપજ અને યુએસ બજારોમાં મજબૂત ડૉલરને કારણે ઘણા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને જોખમી ઊભરતાં બજારોથી દૂર રહેવા પ્રેર્યા હતા. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૧.૮૯ લાખ કરોડ જેટલું રોકાણ કર્યું હતું. વાસ્તવમાં, ગયા નાણાકીય વર્ષમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૧૪.૪ બિલિયન ડોલર (રૂ. ૧.૨૭ લાખ કરોડ)ના ચોખ્ખા વેચાણકર્તા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૬.૦૭ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. ઐતિહાસિક રીતે, બજારો વિદેશી પોર્ટફોલિયો  રોકાણકારોના પ્રવાહ પર વધુ પડતા નિર્ભર રહ્યા છે, પરંતુ હવે સ્થાનિક રોકાણકારો કે જેઓ સ્ટીકિયર મની પ્રદાન કરે છે તેઓ મોટા હિસ્સાના માલિક છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૩૮ અને વધનારની સંખ્યા ૯૭૫ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે  ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી   સર્કિટ રહી હતી.

એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સમાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮૧%, ગોદરેજ પ્રોપર્ટીઝ ૨.૫૬%, ભારતી ઐરટેલ ૨.૧૮%, એસબીઆઈ લાઈફ ૧.૯૯%, ઓરબિંદો ફાર્મા ૧.૩૫%, સન ફાર્મા ૧.૨૩%, લ્યુપીન લિ. ૧.૨૧%, એચડીએફસી બેન્ક ૦.૮૯% વધ્યા હતા, જયારે અદાણી ગ્રીન ૨.૫૮%, વોલ્ટાસ લિ. ૨.૨૬%, ટાટા કેમિકલ્સ ૨.૦૮%, ભારત ફોર્જ ૨.૦૨%, હેવેલ્સ ઇન્ડિયા ૧.૪૧%, એચડીએફસી એએમસી ૦.૯૨%, એસીસી લિ. ૦.૪૯% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને ઘટાડી ૩% થી નીચે કર્યો છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે. શેરબજારોની વાત કરીએ તો વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક એસ એન્ડ પી ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦માંના દરેકે પૈસા ગુમાવ્યા છે. ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે. જેપી મોર્ગન અને ગોલ્ડમેન જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકા સ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.

તા.૦૨.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે...

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક... એસીસી લિ. બંધભાવ (૧૮૮૮) : અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૨૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!  રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એચસીએલ ટેકનોલોજી બંધભાવ (૧૫૭૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બંધભાવ (૧૪૦૩) : રૂ.૧૩૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૩ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!!

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી બંધભાવ (૧૧૮૭) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૨૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

ટાટા કન્ઝ્યુમર બંધભાવ (૧૧૬૨) : રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૧૭ સ્ટોપલોસ ધ્યાને લઈ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh