Advertisement
Author: નોબત સમાચાર

એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રિવર્સમાં આવતી મોટરે બીજી મોટરને ઠોકર મારતા નુકસાન

માધવ દર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમાં અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના લીમડા લાઈનના ખૂણા પર આવેલા માધવ દર્શન કોમ્પલેક્ષમાં એક મોટરને રિવર્સમાં લેવામાં તેના ચાલકે ગફલત કરતા બીજી મોટરમાં રૂ:ા.૮૦ હજારનું નુકસાન થયું છે. પોલીસમાં તેની ફરિયાદ કરાઈ છે.

જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્કમાં રહેતા માનવ સુબ્રમણ્યમ્ મદ્રાસી નામના આસામીએ ગઈ તા.૧૪ની સાંજે લીમડા લાઈનના ખૂણા પર આવેલા માધવ દર્શન કોમ્પલેક્ષ પાસે પાર્કિંગમાં પોતાની જીજે-૧૦-ઈએચ ૨૩૪૯ નંબરની મોટર પાર્ક કરી હતી.

આ મોટરની પાસે જીજે-૧૦-ઈસી ૧૭૮૯ નંબરની મોટરના ચાલકે બેફિકરાઈથી પોતાની મોટર રિવર્સમાં લઈ માનવભાઈની મોટરમાં આગળ ટક્કર મારી દીધી હતી. મોટરની ટક્કરથી માનવભાઈની મોટર પાછળ ચાલી ગઈ હતી તેના કારણે આગળ તથા પાછળ બંને ભાગમાં નુકસાન થયું હતું. કુલ રૂ:ા.૮૦ હજારની નુકસાની સર્જવા અંગે ૧૭૮૯ નંબરની મોટરના ચાલક સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh