Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડીયા તા. ૫ઃ જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં દ્વારકા ના પદયાત્રીઓ માટે થયેલાં ઠેર ઠેર વિસામો સાથેના રાહત કેમ્પ ખોલવામાં આવેલા જોવા મળ્યા હતાં, અને પદયાત્રીઓની સેવા માટે ચા, પાણી, નાસ્તો, વિસામો, મેડિકલની સહાય પૂરી પાડવામાં આવી હતી. એટલુ જ માત્ર નહીં પરંતુ ગોકુળ અને મથુરાના દર્શન ઝાંખીઓ પણ ઉભી કરવામાં આવી હતી.. જેનો પણ બહોળી સંખ્યા મા પદયાત્રીઓ લાભ લીધો હતો.
જોડીયા પંથકમાં અનેક સેવા કેમ્પો ખોલવામાં આવ્યા હતાં, જે પૈકી રાજકોટનું જય દ્વારકાધીશ ગ્રુપ કે જેઓએ પદયાત્રીઓ માટે વિશાળ પ્રવેશદ્વાર સાથેનો એક ડોમ બનાવાયો હતો અને તેની અંદર ગોકુળ અને મથુરાની વિશેષ ઝાંખી ઊભી કરવામાં આવી હતી.
ભગવાન શ્રીકૃષ્ણના અનેક સ્વરૂપ સાથે ના ફ્લોટસ બનાવી તેમજ વિવિધ છબીઓ મૂકીને દર્શન ની ઝાંખી તૈયાર કરી હતી. સાથોસાથ આકર્ષક શણગાર પણ કરાયો હતાં. જેથી પદયાત્રીય વિસામો અને અન્ય સારવાર લીધી હતી, આ સાથે સાથે અલૌકિક દિવ્ય દર્શનનો પણ લાભ લઇ પોતાના મોબાઈલમાં સેલ્ફી વિડીયોગ્રાફી કરીને ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial