Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રીક્ષાચાલકનો દીકરો યસ મહેતા બીએસએફ માટે સિલેકટઃ એક વર્ષની લીધી ટ્રેનિંગ

૫રિવારને મદદરૂપ થઈને ભણતા ભણતા ઘુઘરા પણ વેંચ્યા હતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર શહેરમાં વસતા ભોઈ સમાજના રીક્ષા ચલાવતા અશ્વિનભાઈ મહેતાનો પુત્ર બીએસએફમાં એક વર્ષની સફળતાપૂર્વક ટ્રેનિંગ પાસ કરી માદરે વતન પરત ફર્યો હતો. આ તકે યસ અશ્વિનભાઈ મહેતાનું તેમના મિત્રો, પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

યસ અશ્વિનભાઈ મહેતા જેવો આજથી એકાદ વર્ષ પહેલા સુભાષ શાક માર્કેટ નજીક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા ઘુઘરા ની લારી ચલાવતા હતા. ઘરની પરિસ્થિતિ ખૂબ સામાન્ય હોવાથી અને પિતા દ્વારા ઓટોરિક્ષાના ધંધાથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હોવાથી ઘરમાં આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા પરિવારને મદદરૂપ થવા યસ અશ્વિનભાઈ મહેતા પોતાની તૈયારી સાથે ઘુઘરા વેચવાનો વ્યવસાય પણ કરતા હતા.

યસ અશ્વિનભાઈ મહેતા દ્વારા અવાર-નવાર આર્મી પોલીસ અને ડિફેન્સની ફોર્સમાં ફોર્મ ભરી પ્રયત્ન કરતા રહેતા તેમનું સપનું હતું કે ભારત દેશની સેવા કરવી અને ડિફેન્સની ફોર્સમાં જોડાવવું.

આજથી દોઢેક વર્ષ પહેલા બીએસએફ દ્વારા તેમને ટ્રેનિંગ માટેનું રિક્રુમેન્ટ લેટર આપવામાં આવ્યું હતું ત્યારબાદ યસ અશ્વિનભાઈ મહેતાએ એક વર્ષની સફળતાપૂર્વક ટ્રેનિંગ પાસ કરી ગઈકાલ રવિવારના સાંજે સુભાષ શાક માર્કેટ નજીકથી તેમના પરિવાર અને સમાજના લોકો દ્વારા તેમનું પુષ્પો અને ફુલહાર સાથે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh