Advertisement
Author: નોબત સમાચાર

ગેસ ચઢ્યા પછી યુવાનનું મોત

સુરજકરાડીનો પરિવાર હતપ્રભઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક યુવાનને ગયા શુક્રવારે પેટમાં ગેસનો ગોળો ચઢ્યા પછી સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડમાં આવેલા સુરજકરાડી ગામમાં રહેતા કરમણભા આલાભા માણેક (ઉ.વ.ર૯) નામના યુવાનને ગયા શુક્રવારે પેટમાં કોઈ કારણથી ગેસ થવા લાગતા દુખાવો ઉપડ્યો હતો.

આ યુવાનને તેમના પરિવારજનોએ સારવાર માટે મીઠાપુરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તેમના પિતા આલાભા બાલુભા માણેકે પોલીસમાં જણાવ્યું છે. મીઠાપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh