Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્યા પ્લેટફોર્મ પરથી ક્યાંની બસ ઉપડશે?... જાણો...
જામનગર તા. ર૩: જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના હંગામી બસ ડેપોમાં વધારાના પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનો પ્રારંભ આવતીકાલથી થશે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના હંગામી બસ ડેપોમાં વધારાના બનેલ પ્લેટફોર્મ ગુરૂવારથી કાર્યરત થશે, જેથી મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહેશે.
જેમાં પલેટફોર્મ નંબર ૧ ઉપરથી ઈલેક્ટ્રીક બસ સર્વિસ, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત. પ્લેટફોર્મ નંબર બે ઉપરથી રાજકોટ, અમદાવાદ, મહુવા, સુરેન્દ્રનગર, ભાવનગર, સાળંગપુર, બરોડા, સુરત. પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી રાજકોટ, બોટાદ, પાલીતાણા, તળાજા, પાલનપુર, અંબાજી, માણસા, ગાંધીનગર. નંબર ૪ ઉપરથી રાજકોટ, ગોંડલ, બગસરા, ધારી, અમરેલી, મહેસાણા, હિંમતનગર, વડનગર. પાંચ નંબર ઉપરથી મોરબી, ભૂજ, અંજાર, મુદ્રા, માંડવી, નારાયણ સરોવર, બજરંગપુર, માતાનામઢ, જખોસોલ્ટ. નંબર ૬ ઉપરથી મોરબી, હળવદ, ધાંગધ્રા, ધ્રોળ, જોડિયા, બાલાચડી, બજરંગપુર, જાંબુડા, શેખપાટ. ૭ નંબર ઉપરથી કાલાવડ, ધોરાજી, જૂનાગઢ, કેશોદ, વેરાવળ, સોમનાથ, ઉના, મોરીદળ, અમરાપર. ૮ નંબર ઉપરથી કાલાવડ, ધોરાજી, જૂનાગઢ, સતાધાર, વેરાવળ, અલિયાબાડા, નેવીમોડા, સૂર્યપરા. ૯ નંબર ઉપરથી ખંભાળિયા, ભાટિયા, હર્ષદમાતાજી, દ્વારકા, સિક્કા, ગાગવા. ૧૦ નંબર ઉપરથી સિક્કા, ગાગવા, નવાગામ, ખંભાળિયા, ભાટિયા, હર્ષદમાતાજી, દ્વારકા, માંગરોળ. ૧૧ નંબર ઉપરથી પોરબંદર, લાલપુર, ભાણવડ, ભણગોર, જામજોધપુર, માણાવદર, કેશોદ. ૧ર નંબર ઉપરથી સમાણા, જામજોધપુર, બાંગા, ચીત્રાવડ, માત્રાવડ, ઉપલેટા. ૧૩ નંબર ઉપરથી બારિયા, દાહોદ, સંજેલી, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, પિટોલ અને ૧૪ નંબર ઉપરથી દાહોદ, ગોધરા, સંજેલી, ઝાલો, મંડોર, ફતેપુરા, કવાંટની બસ ઉપાડશે. જેનો લાભ લેવા એન.બી. વારમોરા (ડેપો મેનેજર-જામનગર), જે.વી. ઈશરાણી (ટ્રાફિક ઓફિસર) અને બી.સી. જાડેજા (વિભાગીય નિયામક) એ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial