Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થીંકસ્પેસ ફાઉન્ડેશન લાયબ્રેરીના ઉપક્રમે
જામનગર તા. પઃ જામનગરની થીંકસ્પેસ ફાઉન્ડેશન લાયબ્રેરી સંસ્થાના ઉપક્રમે તા. ૭-૩-ર૦ર૬ ના સાંજે પ થી ૭ વાગ્યા સુધી સંસ્થાના કાર્યાલય, પ્રથમ માળે, વિકાસ ગૃહ રોડ, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગરમાં શરીરની પીડા અંગે ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આજની ઝડપી જીવન શૈલીમાં ગરદનમાં જડતા, કમ્મરનો દુઃખાવો, ખરાબ મુદ્રા, લાંબા સમય સુધી બેસવાની સ્થિતિ, ખોટી રીતે વજન ઉપાડવાની આદતો અને ધ્યાન વગરના તણાવથી વ્યક્તિના જીવનમાં શાંતિને અસર કરે તેવી શારીરિક પીડાઓ ઉદ્ભવે છે.
આ સમસ્યા/પીડા અંગે રોજીંદા જીવનમાં શું કરવું તે અંગે જાણીતા ફિઝિયોથેરાપીસ્ટ ડો. જુહી આશર વિસ્તૃત માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે, પણ નોંધણી ફરજિયાત છે. નોંધણી માટે મો.નં. ૬૩પ૭૩ ૮૬૯૦૪ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial