Advertisement
Author: નોબત સમાચાર

વ્યાપાર-ઉદ્યોગ-બિઝનેસ ઉપરાંત ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં ધનરાજભાઈ નથવાણી સક્રિય

બહુમુખી પ્રતિભા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ વિવિધ ઉચ્ચ હોદઓ પર કાર્યરતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: ધનરાજ નથવાણી ફોર્ચ્યુન-૫૦૦ કંપની ગણાતી તેમજ ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)માં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે. કાપડ અને પોલિએસ્ટર કંપનીમાંથી રિલાયન્સ ઉત્ક્રાંતિ પામીને એનર્જી, મટિરિયલ્સ, રિટેલ, એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ સેવાઓ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત બનીને ટોચના ઉદ્યોગગૃહમાં પરીવર્તન પામી છે. રિલાયન્સની પ્રોડક્ટ્સ અને સર્વિસિસનો પોર્ટફોલિયો આર્થિક અને સામાજિક ફલક પર રોજિંદા જીવનમાં લગભગ તમામ ભારતીયને સ્પર્શે છે. રિલાયન્સે હવે એવા પ્લેટફોર્મ્સનું નિર્માણ કર્યું છે જેણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના નવા યુગનો પ્રારંભ કર્યો છે અને ભારત તેમજ તમામ ભારતીયો માટે તેમની સાચી ક્ષમતાને સાકાર કરવા માટેની તકો અને રસ્તાઓનું નિર્માણ કરશે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રિલાયન્સનું પ્રદર્શન

રૂ. ૧૦,૭૧,૧૭૪ કરોડ (યુએસ ૧૨૫,૩૨૦ મિલિયનનુ ટર્નઓવર) અને ચોખ્ખો નફો રૂ. ૮૧,૩૦૯ કરોડ (યુએસ ૯,૫૧૩ મિલિયન). નુ વર્ષ- ૨૦૨૪-૨૫ની સિદ્ધિ ધરાવતા રિલાયન્સમાં ધનરાજ નથવાણી રિલાયન્સ કોર્પોરેટ આઈટી પાર્ક લિમિટેડના ડાયરેક્ટર છે. આરસીઆઈટીપીએલ સપોર્ટ સર્વિસીઝ, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, ડેટા પ્રોસેસિંગ, હોસ્ટિંગ અને વેબ પોર્ટલ ડેવલપમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. કંપની આ ગ્રુપ માટે રિયલ એસ્ટેટ હાયરિંગ અને સંચાલનને પણ સંભાળે છે.

ધનરાજ નથવાણી અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન ઉપરાંત ગુજરાતમાં રિલાયન્સ જિયોનો બિઝનેસ સંભાળે છે. તેઓ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ્સ, પ્રોક્યોર્મેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ્સ, હૃાુમન રિસોર્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સિક્યોરિટી, કોર્પોરેટ અફેર્સ અને કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ ડિવિઝનની સીએસઆર પ્રવૃત્તિઓ સંભાળી રહૃાા છે.

તેઓ દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્ય સંબંધિત વધારાની ચોક્કસ જવાબદારીઓ પણ સંભાળી રહૃાા છે. તેઓ રમતગમતમાં ઊંડો રસ અને રુચિ ધરાવે છે. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) ના પ્રેસિડેન્ટ છે. અગાઉ ૨૦૧૩માં, શ્રી અમિત શાહજીએ વર્ષ ૨૦૧૩માં જી.સી.એ.નો ચાર્જ લીધો હતો અને એસોસિએશનના તત્કાલીન પ્રેસિડેન્ટ તરીકે તેમણે અમદાવાદમાં સમગ્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાનું સ્વપ્ન સેવ્યું હતું અને કેટલાંક દૂરોગામી અસરો ધરાવતા નીતિ વિષયક ફેરફારો કર્યા હતા. તેમના અનુગામી તરીકે, શ્રી ધનરાજ નથવાણીએ આ સ્વપ્નની પરિકલ્પનાને આગળ ધપાવી હતી અને તેને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેની ફળશ્રુતિરૂૂપે આપણે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ રહૃાા છીએ. ક્રિકેટ જગતમાં આ સ્ટેડિયમ એક બેનમૂન સ્થાપત્યનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે.

ધનરાજ નથવાણીની બહુમુખી પ્રતિભાની વાત કરીએ તો તેઓ ઉપ-પ્રમુખ, દ્વારકાધીશ ટેમ્પલ એડમિનિસ્ટ્રેટિવ કમિટી, દ્વારકા, પ્રમુખ, જામનગર જિલ્લા ફૂટબોલ એસોસિએશન, સભ્ય, ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ, સભ્ય, નાથદ્વારા ટેમ્પલ બોર્ડ, સભ્ય, બોર્ડ ઓફ ગવર્નર્સ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, બોર્ડ મેમ્બર્સ અને ટ્રસ્ટી, ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ઉપ-પ્રમુખ, યુનાઈટેડ નેશન્સ એસોસિયેશન, ગુજરાત, સભ્ય, ગવર્નિંગ બોર્ડ ઓફ જીએલએસ યુનિવર્સિટી, અમદાવાદ, સભ્ય, બોર્ડ ઓફ ગવર્નર્સ, ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ઉપ-પ્રમુખ, સુદામા સેતુ સેવા સોસાયટી, દ્વારકા, સભ્ય, હાઈ પાવર કમિટી ઓફ જીઓજી, ગુજરાત પ્રોફેશનલ ટેકનિકલ એજ્યુકેશનલ કોલેજી ઓર ઈન્સ્ટિટ્યૂશન્સ (પ્રોસિજર ફોર ડિક્લેરેશન ઓફ રેન્ટર ઓફ એક્સેલન્સ). સભ્ય, કારોબારી સમિતિ, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી, સભ્ય, ગવર્નિંગ કાઉન્સિલ ઓફ જયસુખલાલ વાઢેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ. ટ્રસ્ટી, શ્રી શારદાપીઠ વિદ્યાસભા, દ્વારકામાં પણ સક્રિય સેવાઓ આપી રહ્યા છે.

તેઓની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધનરાજ નથવાણી રિજન્ટ્સ બિઝનેસ સ્કૂલ ઓફ લંડન (યુ.કે.)માં ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમણે પોતાનું માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) કોર્પોરેટ લો તેમજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી પબ્લિક રિલેશનસ મેનેજમેન્ટમાં સ્પેશિયલાઈઝેશન સાથે પૂર્ણ કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh