Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ કામગીરીથી એવોર્ડ અપાવ્યાઃ
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ખંભાળિયાના આર.એમ.ઓ. તરીકે ત્રણ વર્ષથી કામ કરતા ડો. કેતનભારથી ગોસ્વામી સેવાનિવૃત્ત થતા તેમનો વિદાયમાન યોજાયો હતો.
આર.એમ.ઓ. ડો. કેતન ગોસ્વામીએ ત્રણ વર્ષમાં ડોકટરોની સતત નિયુક્તિમાં આરોગ્ય સેવા સારી મળે, લોકોને પરેશાની ના થાય તથા સ્ટાફ સાથે કડક અને પ્રેમાળ રીતે કામગીરી કરીને બીપોરજોય વાવાઝોડા વખતે તથા હોસ્પિટલે કાયદાકલ્પ એવોર્ડ રાજ્યકક્ષાનો એવોર્ડ આપવામાં મહત્ત્વની ભૂમિકા હતી તથા હવે નેશનલ લેવલે હોસ્પિટલ એવોર્ડમાં ગઈ છે.
અત્યંત કડક અને નિષ્ઠાપૂર્વક કાર્યવાહીથી ર૬ વર્ષની નોકરીમાં રર જગ્યાએ બદલાયેલા આર.એમ.ઓ. ડો. કેતન ગોસ્વામીએ ખંભાળિયાના ભાડથર આરોગ્ય કેન્દ્રમાં પણ સેવા આપી હતી તથા વિદાય પછી હોસ્પિટલની નજીકના હનુમાનજી મંદિરે દર્શન-પૂજા કરીને હોસ્પિટલને રામ રામ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial