Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી

એક ડીગ્રીના ઘટાડા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી વાદળોની આવન-જાવનના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો.

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં વધ-ઘટનો દોર પણ ચાલી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી જ્યારે અઢી ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી વાદળોના આંટાફેરાના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર ટકા સુધી ઘટીને ૭૯ ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં થયેલા ઘટાડાના પગલે બફારામાં ઘટાડો થતા લોકોને રાહત મળી હતી. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh