Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીડિતાના પરિવાર ઉપરાંત પોતાના પત્ની-બાળકોને પણ રહેંસી નાંખ્યા !
રંગારેડ્ડી તા. ૧૧: તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં પોક્સોના આરોપી રાજુકુમારે જામીન પર છૂટતા જ રૂવાડા ઊભા કરી દે તેવી ઘટનાને અંજામ આપ્યો. તેણે શહાબાદમાં તેને જેલમાં મોકલનાર સગીરાના પરિવારના ૩ સભ્યોની હત્યા કરી હતી, તે પછી પોતાના ઘરે જઈને પત્ની અનેે ર માસુમ બાળકોને પણ મોતને ઘાટ ઉતારી ૬ હત્યાઓ કરી હતી. પોલીસે તેને પકડવા ટીમો બનાવી છે.
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના શહાબાદ (શાબાદ) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક રૂવાડા ઊભા કરી દે તેવી ક્રૂર ઘટના સામે આવી છે. અહીં પોક્સો એક્ટના એક આરોપીએ જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ એક જ રાતમાં બે પરિવારોના કુલ ૬ લોકોની હત્યા કરી નાખી છે. નરાધમે તેને જેલમાં મોકલનાર સગીર પીડિતાના પરિવારની હત્યા કર્યા પછી પોતાના ઘરે જઈ પત્ની અને બે માસુમ બાળકોનેે પણ મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર ૩પ વર્ષીય આરોપી રાજુકુમાર સામે સગીર છોકરીનો પીછો કરવા બદલ આ જ વર્ષે મે મહિનામાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. શુક્રવારે રાત્રે આશરે ૧૦-૪પ વાગ્યે આરોપી પોતાના ગામ રાયવલગુડાથી ૬ કિલોમીટર દૂર શહાબાદ પહોંચ્યો, જ્યાં સગીર પીડિતાનો પરિવાર રહેતો હતો. જ્યાં પીડિતાની ૪ર વર્ષિય માતાએ દરવાજો ખોલ્યો. રાજુએ તેમના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. ત્યારપછી ઘરમાં ઘૂસીને સૂઈ રહેલી ૬૦ વર્ષિય નાનીની પણ હત્યા કરી નાખી.
જો કે, ઘરમાં હાજર પીડિતાની ર૦ વર્ષિય માનસિક રીતે અસ્વસ્થ બહેનને તેણે કોઈ નુક્સાન પહોંચાડ્યું ન હતું. ઘરમાં બે હત્યાઓ કર્યા પછી આરોપી રાજુ કુમારે સગીર પીડિતાનું જબરદસ્તી કારમાં અપહરણ કર્યું હતું. તે તેને પોતાના ગામ પાસે આવેલી એક તળાવની પાળ પર લઈ ગયો અને ત્યાં ચપ્પુના ઘા ઝીંકીને તેની પણ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને શબને ત્યાં જ છોડી દીધો.
તળાવ કિનારે સગીરાની હત્યા કર્યા પછી નરાધમ રાજુ રાત્રે ૧૧-ર૧ વાગ્યે પોતાના ઘરે પહોંચ્યો હતો.
તપાસ અધિકારીઓના મતે તેે ઘરમાં માત્ર ૬ મિનિટ જ રોકાયો હતો. આટલી જ વારમાં તેણે રૂમમાં સૂઈ રહેલી પોતાની ૩૧ વર્ષિય પત્ની અને બે માસુમ દીકરાઓ (એકની ઉંમર ૪ વર્ષ અને બીજાની ૧૮ મહિના) નું ગળું રહેંસી નાંખ્યું હતું. આ ભયાનક નરસંહારને અંજામ આપ્યા પછી આરોપીએ તેના પિતાને ફોન કરીને જણાવ્યું કે, 'મેં બન્ને પરિવારોને ખતમ કરી દીધા છે અને હવે હું પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.' આ સાંભળી ગભરાયેલા પિતાએ તરત જ પોલીસન જાણ કરી હતી.
ફ્યુચર સિટીના પોલીસ કમિશ્નર તરૂણ જોષીએ જણાવ્યું કે આરોપી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો છે, તેને પકડવા માટે પોલીસની સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે અને તમામ ૬ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial