Advertisement
Author: નોબત સમાચાર

ખાણખનીજની ટીમ પર હુમલો કરનાર શખ્સના રહેણાંકમાંથી મળી આવી રૂ।.૮૦ હજારની વીજચોરી

પોલીસ તથા પીજીવીસીએલની ટીમ ત્રાટકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જોડિયા પંથકમાં ગયા સપ્તાહે ખાણખનીજ ખાતાની ખનીજના ગેરકાયદે ખનન અને વહનને રોકવા માટે તપાસમાં ગઈ ત્યારે આ ટીમ પર એક શખ્સે હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ શખ્સના ઘેર ગઈકાલે પોલીસ તથા પીજીવીસીએલની ટીમે દરોડો પાડી ચકાસણી કરતા ત્યાંથી રૂ।.૮૦ હજારની વીજચોરી મળી આવી છે.

જોડિયા પંથકમાં વર્ષાેથી ધમધમતા ગેરકાયદે ખનીજ ખનન અને તેના વહનને બંધ કરાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કટિબદ્ધતા દાખવવામાં આવી રહી છે. તે દરમિયાન ગયા સપ્તાહે ખાણખનીજ ખાતાના અધિકારી સહિતની ટીમ ચેકીંગ માટે ત્યાં જ હતા. એક ટેન્કરચાલકે ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત ટેન્કરમાંથી લોખંડનું પાનુ કાઢી મારવા માટે ઉગામ્યું હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી ગઈકાલે ધ્રોલ ગ્રામ્ય પીજીવીસીએલની ટીમ અને જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એન. ખાચરના વડપણ હેઠળની પોલીસ ટીમે આ આરોપી-રઝાક સુમારભાઈ જખરા ઉર્ફે એજાઝના ધ્રાંગડા ગામે આવેલા મકાનમાં વીજ ચેકીંગ હાથ  ધર્યું હતું.

આ મકાનમાં વીજચોરી કરાતી હોવાનંુ જણાઈ આવતા રઝાક ઉર્ફે એજાઝ જખરાને રૂ।.૮૦ હજારનું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh