Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂર્યાવદરના યુવાન સાથે કરાઈ છેતરપિંડીઃ
જામનગર તા. ૯: કલ્યાણપુરના સૂર્યાવદરના એક યુવાન સાથે અગ્નિવીરની ભરતીમાં પાસ કરાવી આપવાનું કહી ત્રણ શખ્સે રૂ।.૮૪ હજાર પડાવી લીધાની ફરિયાદ કરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામમાં રહેતા દિવ્યેશ દુલાભાઈ ગોરાણીયા નામના એકવીસ વર્ષના યુવાનને અગ્નિવીરમાં ભરતી માટે આપવાની થતી મેડિકલની પરીક્ષામાં પાસ કરાવી આપવાનું કહી રાજસ્થાનના નરેશ રાનવા, નવરંગ રાનવા અને જૂનાગઢના રાહુલ જાગરા નામના ત્રણ શખ્સે છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરાઈ છે. આ શખ્સોએ પરીક્ષા પાસ કરાવી આપવાનું કહી રૂ।.૮૪ હજાર પડાવી લીધા હતા. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial