Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાનની બહાર રાખેલા એસીના બે કમ્પ્રેસર ચોરાયાઃ
જામનગર તા. ૨૬: ખંભાળિયામાં શારદા સિનેમા રોડ પર નવા બનતા એક મકાનના દરવાજાનું તાળુ તોડી કોઈ તસ્કર અંદરથી પિતળના ચાર હેન્ડલ ચોરી કરી ગયા છે. જ્યારે એક દુકાનની બહાર મુકવામાં આવેલા એસીના બે કમ્પ્રેસરની ઉઠાંતરી થઈ છે.
ખંભાળિયા શહેરમાં બેઠક રોડ પર વસવાટ કરતા રીતુલભાઈ વિઠ્ઠલદાસ દાવડા નામના વેપારીના શારદા સિનેમા રોડ પર આવેલા મકાનનું બાંધકામ હાલમાં ચાલુ છે તે સ્થળે મિસ્ત્રી કામ કરાઈ રહ્યું છે. તે દરમિયાન ગઈ તા.૪ની રાત્રિથી ગઈ તા.ર૩ દરમિયાન કોઈ તસ્કરો ઘૂસ્યા હતા. આ મકાનના દરવાજામાં લગાવવામાં આવેલુ તાળુ તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ ખાંખાખોળા કર્યા પછી ત્યાં રાખવામાં આવેલા દરવાજામાં લગાડવાના પિતળના રૂ।.૧૩૪૦૦ની કિંમતના ચાર હેન્ડલની ચોરી કરી લીધાની ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
ખંભાળિયા તાલુકાના ધરમપુરના યોગેશ્વરનગરમાં રહેતા અને શારદા સિનેમા રોડ પર શ્રીરામ લાઈટીંગ નામની દુકાન ચલાવતા વિમલભાઈ દેવાભાઈ આંબલીયાની દુકાનમાંથી ગઈ તા.ર૩ ડિસેમ્બરથી ગઈકાલ સુધીમાં કોઈ શખ્સો એસીના બે કમ્પ્રેસરની ચોરી કરી ગયા છે.
આ આસામીએ પોતાની દુકાનની બહારની બાજુએ જાળી લગાવી વોલ્ટાજ કંપનીના એસીના બે કમ્પ્રેસર મૂક્યા હતા. તે ઉઠાવી જવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial