Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચા યોગ્ય રીતે થાય છે કે નહીં, તેની કોઈ તપાસ થાય છે ખરી?
જામનગર શહેરમાં વિકાસના કામો માટે સરકાર તેમજ જામ્યુકો દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે. ત્યારે શું ખરેખર આ રૂપિયા સાચી જગ્યાએ ખર્ચાય છે તે અંગે કોઈ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતી ના હોય તેવું દૃશ્યમાન થાય છે. થોડા સમય પૂર્વે શહેરના અનેક ડિવાઈડર, સર્કલ સહિત સુભાષ બ્રીજ પર આવેલ દીવાલોને પણ રંગરોગાન કરી અને સ્વચ્છ સુદૃઢ બનાવાયું, પરંતુ લોકોને ચાલવા માટેની ફૂટપાથ કોઈ અધિકારી અથવા પદાધિકારી કે આ વિસ્તારના નગરસેવકોને આજ દિવસ સુધી ધ્યાનમાં નથી આવી. ફૂટપાથ પરની તમામ પાટો લગભગ તૂટી ગયેલ છે. ચાલીને જતા લોકોમાં પણ ભય રહે છે. ક્યાંક કોઈ પથ્થર નીચે ના પડી જાય, રંગરોગાનની સાથોસાથ જ જો આ ફૂટપાથો પણ રીપેર કરવામાં આવી હોત તો લોકોને પણ રાહત મળત, પરંતુ બસ ઉપર ઉપરથી થયેલ વિકાસ જ પદાધિકારી-અધિકારીઓને દેખાઈ રહ્યો છે. થોડા સમય પહેલા સુભાષ બ્રીજ નજીક અકસ્માત સર્જાયો હતો અને જે તે વાહન દ્વારા આ બ્રીજને પણ નુક્સાન થયું હતું, તો શું આ અંગે કોઈ પગલાં લેવાયા છે કે કેમ? તે બીજા નંબરની વાત છે, પરંતુ બ્રીજને થયેલ નુક્સાન પણ આજ દિવસ સુધી રીપેર થયું નથી. આ વિસ્તારના નગરસેવકોને પણ આ અંગે કોઈ જાણકારી નહીં હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બન્ને સાઈડની ફૂટપાથો પર લગાવેલી મોટાભાગની પાટો તૂટી ગયેલી હાલતમાં છે. સુભાષ બ્રીજ એટલે શહેરમાં પ્રવેશ માટેનું તેમજ શહેરની બહાર જવા માટેનું સેન્ટર પોઈન્ટ હોય, તેની જ આવી ખરાબ હાલત હોય, લોકોમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. એક બાજુ રિવર ફ્રન્ટ બનાવવા માટેની વાતો ચાલી રહી છે ત્યારે જે સુભાષ બ્રીજ છે તેની મરામત માટે કોઈને રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે. જામ્યુકોના અધિકારી-પદાધિકારી તેમજ આ વિસ્તારમાં આવતા નગરસેવકો વહેલી તકે આ ફૂટપાથ રીપેરીંગ કરાવે અને અકસ્માતમાં સુભાષ બ્રીજને જે નુક્સાન થયું છે તે તાકીદે રીપેરીંગ થાય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તો શું હવે પછીના વિકાસ કામોના બજેટમાં સુભાષ બ્રીજને ન્યાય મળશે કે કેમ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial