Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂબંધી ન હોવાનું ઉપસી રહ્યું છે ચિત્રઃ
ઓખા તા. ૨૦: ઓખામાં દારૂના બંધારણીઓ માટે જાણે કે અઘોષિત રીતે ગિફ્ટ સિટી જેવું વાતાવરણ સર્જાયેલુ છે. અહીં દારૂબંધી લાગુ જ પડતી ન હોય તે રીતે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી છે છતાં રોજ રાજ્યમાં નાના મોટા પ્રોહીબીશનના કેસો નોંધાય છે અને મહિને લાખો-કરોડોનો દારૂ પકડાય છે ત્યારે સરકારે ધોલેરા ગિફ્ટ સિટીમાં વિશેષ જોગવાઈઓ વડે ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી હટાવી ત્યારે આ બાબતે મિશ્ર પ્રતિભાવો સામે આવ્યા હતા પરંતુ ઓખામાં તો બુટલેગરોનું એવું સામ્રાજ્ય છે કે ઓખા અઘોષિત રીતે ગિફ્ટ સિટી છે. ઓખામાં આવેલા માછીમારી બંદર પર દારૂની રેલમછેલ થતી રહી છે. તાજેતરમાં એલસીબીએ દરોડો પાડી ૨૦૦ લીટર દેશી દારૂ કબજે કર્યાે હતો. આ કાર્યવાહી વચ્ચે પણ નશાનો કારોબાર અવિરત રહેવા પામ્યો છે. આ મુદ્દે શાસક પક્ષના નેતાઓ પણ અકળાઈ રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના મહામંત્રી રવિ વારા દ્વારા આ બાબતની સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકવામાં આવી હતી.
ગિફ્ટ સિટી માટે જેમ સરકાર દ્વારા ખાસ જોગવાઈઓ રાખવામાં આવી છે તેમ ઓખામાં પણ પોલીસ વિભાગ દ્વારા જાણે કે અલેખિત જોગવાઈઓ રાખવામાં આવી છે તેમ ચર્ચાઈ રહ્યું છે. દર મહિને બુટલેગરો લાખોનો હપ્તો ચૂકવી રહ્યા છે ત્યારે હલકી ગુણવતાના વેચાતા દારૂના કારણે લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial