Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેટરપેડના દુરઉપયોગનો મામલોઃ
ખંભાળીયા તા. ર૬: ખંભાળીયાની નગરપાલિકામાં તાજેતરમાં પાલિકાના કારોબારી ચેરમેન સહિત ૧૦ સદસ્યોની સહીઓથી સીધો પાલિકાનો લેટરપેડ તથા પાલિકાના જાવક નંબરથી રાજયના શહેરી વિકાસમંત્રીને ચીફ ઓફિસરને બદલવા લખાયેલ પત્રની પાલિકાના બે મુખ્ય અધિકારી આમનેસામને તથા છેક હાઈકોર્ટ સુધી પહોંચતા હાલ ભર શિયાળે પાલિકાના વાતાવરણમાં ગરમ યુદ્ધ જેવી પરિસ્થિતિ બની છે.
પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂર દ્વારા વોટર વર્કસ ઈજનેર તથા બાંધકામ ઈજનેર એન.આર. નંદાણીયાને પાલિકાના સત્તાવાર લેટરપેડનો ઉપયોગ કરવામાં તેમની સંડોવણી હોય, શા માટે ફરજમાંથી કાઢી ના મૂકવા તેવી કારણદર્શક નોટીસ આપતા નંદાણીયા દ્વારા હાઈકોર્ટમાં રીટ કરતા તેમની અરજી બાબતે ૧૪ દિવસની નોટીસ આપવાની કાર્યવાહીનો પાલિકા ચીફ ઓફિસરને આદેશના પગલે હાલ શહેરમાં કામ કરતા બન્ને પાલિકાના મુખ્ય અધિકારી આમને સામને થતા પાલિકાનો વહીવટ ઠપ્પ જેવી સ્થિતિમાં મૂકાયો છે તથા આ બાબતે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શનનો દોર શરૂ થયો છે. તો પાલિકા સત્તાધારી જુથના હોદ્દેદારો તથા સદસ્યો દ્વારા સમાધાનના મિથ્યા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતાં.
જો કે, ખંભાળીયા ન.પા.ના લેટરકાંડનો મુદ્દો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે પણ સ્થાનિક ભાજપતંત્રનું ભેદી 'મૌન' પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે. શિસ્તબદ્ધ પાલનના હોદ્દેદારો - સદસ્યોએ શિસ્તના લીરા ઉડાડ્યા છે, પણ ભાજપ 'શાંત' બેઠું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial