Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારી સંગઠનો, સાંસદ-ધારાસભ્યો, કરદાતાઓની રજૂઆત ફળીઃ
જામનગર તા.૨૪: જીએસટી નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા માટે જામનગરમાં તા. ૨૬ જાન્યુઆરીથી જીએસટી સેવા કેન્દ્ર શરૂ કરાશે. જિલ્લા સેવા સદન-૨માં દર અઠવાડિયાના ગુરૂવાર અને શુક્રવારે જીએસટી સેવા કેન્દ્ર કાર્યરત રહેશે. આ માટે વેપારી સંગઠનો, સાંસદ અને ધારાસભ્યોએ કરેલી રજૂઆતો ફળી છે.
સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યોની રજૂઆત, કરદાતાઓની સમસ્યાઓ અંગે વિવિધ વેપારી સંગઠનોની રજૂઆત, સરકારનો કરદાતાલક્ષી અભિગમ તથા ઈઝી ઓફ ડોઈંગ બિઝનેસનો હેતુ તેમજ મુખ્ય રાજ્ય વેરા કમિશનર, ગુજરાત રાજ્યના સકારાત્મક અને જનહિતકારી અભિગમને અનુસરી, જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા જીએસટી નોંધણી સંબંધિત પ્રક્રિયામાં સહેલાઈ અને પારદર્શક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગરમાં જીએસટી સેવાકેન્દ્ર શરૂ કરવામાં આવશે.
નવા જીએસટી નોંધણી માટે અરજી કરનાર કરદાતાઓના દસ્તાવેજોની ચકાસણી તથા આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા સરળ અને સમયસર રીતે પૂર્ણ થાય તે હેતુસર તા.૨૬ જાન્યુઆરી થી ય્જી્ સેવાકેન્દ્ર જિલ્લા સેવા સદન૨, બીજો માળ, લાલ બંગલો કેમ્પસ, જામનગરમાં દર ગુરુવાર અને શુક્રવારના સવારે ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી કાર્યરત રહેશે.
જીએસટી નોંધણી માટે દરેક નવી અરજીઓમાં સિસ્ટમ મુજબ સ્લોટ સિલેક્શન થોડા સમય માટે હાલ પુરતું જુનાગઢ દર્શાવવામાં આવી શકે છે તેમ છતાં આવી અરજીઓ માટે અરજદારોએ આધાર ઓથેન્ટિકેશન તથા દસ્તાવેજ ચકાસણી માટે નિર્ધારિત દિવસોમાં એટલે કે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે જામનગર ખાતે આવેલ જીએસટી સેવા કેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે.
આ કેન્દ્રમાં નવા જીએસટી નોંધણી માટે ઓનલાઈન અરજી કરનાર કરદાતાઓને અરજી બાદ તેમના આધાર કાર્ડની ઓથેન્ટિકેશન પ્રક્રિયા તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે, જેથી નોંધણી પ્રક્રિયામાં વિલંબ ટાળી શકાય અને ખોટી નોંધણી અટકાવી શકાય.
આ સુવિધા દ્વારા વેપારીઓ, ઉદ્યોગકારો તથા સામાન્ય જનતાને માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ થશે અને જીએસટી નોંધણી પ્રક્રિયા વધુ સુગમ બનશે. તમામ પાત્ર વ્યક્તિઓને આ સુવિધાનો લાભ લેવા તેમજ પૂછપરછ અથવા માર્ગદર્શન માટે ધારા પરીખ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો સંપર્ક (નં. ૯૭૧૪૫૦૬૫૬૦) કરવા નાયબ રાજ્ય વેરા કમિશનર, વર્તુળ-૨૪, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial