Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વરમાં એકીબેકીનો જુગાર રમતા બે ઝબ્બે

મચ્છરનગર પાસેથી વર્લીના આંકડા લેતો પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એકીબેકી બોલી જુગાર રમતા બે શખ્સ ઝડપાયા છે. જ્યારે મચ્છનગર પાસેથી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી સંજય મીલ પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા શાહરૂખ ઉર્ફે કાલી અસગરભાઈ મુલ્લા તથા અબ્દુલ યુસુફ સાઈચા નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રકમ કબજે લીધી હતી. જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસે મચ્છરનગર શેરી નં.૩ નજીકથી વિજયસિંહ જશુભા ચાવડા નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh