Advertisement
Author: નોબત સમાચાર

સરકારની શ્રમિક વિરોધી નીતિ સામે આવતીકાલે વિરોધ પ્રદર્શન

ભારતીય મજદૂર સંઘનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: આવતીકાલ તા. ૨૫ના ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.  ગત તા. ૬,૭ અને ૮ ફેબ્રુઆરીના ભારતીય મજદૂર સંઘનું અધિવેશન જગન્નાથપુરી ઓડિસામાં યોજાયું હતું, જેમાં શ્રમિકોને સ્પર્શતા પ્રશ્નો બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવતો નથી, આથી સમગ્ર દેશમાં તા. ૨૫-૨-૨૬ના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહવાન આપવામાં આવ્યું હતું.

જામનગરમાં પણ તા.૨૫ ના બપોરે ૩ થી ૫ કલેકટર કચેરી પાસે ધરણાં કરવામાં આવશે. અને કલેકટરને આવેદન પાઠવાશે.

મુખ્ય પડતર પ્રશ્નોનો અંત્યોદયની સાચી ભાવના સામે અપવાદ વગર તમામ ક્ષેત્રના અને કામદારોના તમામ વર્ગ માટે શ્રમ કાયદાઓને સાર્વત્રિક અમલીકરણ, બે શ્રમ સંહિતામાં કામદારોની ચિંતાનું નિરાકરણ, ત્રિ પક્ષીય સમિતિની પૂર્ન રચના કરવી, લઘુતમ પેન્શન ૧૦૦૦ થી વધારી ૭૫૦૦ કરવું, ઈએસઆઈ અને ઈપીએફ કવરેજની મર્યાદા વધારવી, પેન્શન પાત્રતા મર્યાદામાં વધારો કરવો, યોજના અને કોન્ટ્રાક્ટ કામદારોનું નિયમિત કરણ કરવું, ભરતી પરનો પ્રતિબંધ દૂર કરવો વગરેનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh