Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી રદ્દનો આદેશઃ
જામનગર તા. ૨: કલ્યાણપુરના રાણ ગામમાંથી થોડા સમય પહેલાં પોલીસે બોક્સાઈટનું ગેરકાયદે ખનન પકડી પાડ્યું હતું અને માઈન્સ એન્ડ મીનરલ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી નગરના આસામીની ધરપકડ કરી હતી. આ એક્ટ હેઠળના ગુન્હામાં પોલીસને તપાસ કરવાની સત્તા ન હોવાથી રાજ્યની વડી અદાલતે તમામ કાર્યવાહી રદ્દ કરવાનો હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં ખેતશી નાગડાભાઈ મોવરના ખેતરમાંથી પરવાનગી વગર બોક્સાઈટનું ગેરકાયદે ખનન કરાતું હોવાની બાતમી પરથી જે તે વખતે જામકલ્યાણપુર પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગેરકાયદે ખનન પકડાયા પછી જામનગરના બોક્સાઈટના વેપારી હરેન્દ્ર ચમનલાલ મહેતાની ધરપકડ કરાઈ હતી.
ઉપરોક્ત કેસ માઈન્સ એન્ડ મીનરલ્સ એક્ટ હેઠળ નોંધાયા પછી આ એક્ટ હેઠળ પોલીસને કેસ કરવાની સત્તા ન હોવાના કારણે આરોપી હરેન્દ્ર મહેતાએ ડિસ્ચાર્જ થવા અરજી કરી હતી. તે અરજી રદ્દ થતાં રાજ્યની વડી અદાલતમાં રીવીઝન કરવામાં આવી હતી. તે રીવીઝન ચાલી જતાં હાઈકોર્ટે તમામ કાર્યવાહી રદ્દ કરવાનો આદેશ કર્યાે છે. આરોપી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ, એસ.એચ. જાડેજા, ડી.ડી. વ્યાસ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial