Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં
વાવ-થરાદ તા. ર૬: વાવ-થરાદમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી.
આજે તા. ર૬ મી જાન્યુઆરીની સવારે સમગ્ર રાજ્યમાં ૭૭ મા પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદમાં યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યુંહતું, જ્યારે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો હતો.
વાવ-થરાદમાં આયોજિત રાજ્યકક્ષાના મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થીતિમાં ધવજવંદન કરાવ્યું હતું. ધ્વજવંદન દરમિયાન આકાશમાંથી આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાત પોલીસના ૧૬૦૦ જેટલા જવાનોએ રર પ્લાટુનમાં વિભાજિત થઈને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું છે કે, સૌ નાગરિકોને ૭૭ મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછવાર કરનાર ક્રાંતીવીશો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન, વિકસિત ભારત વર્ષ ર૦૪૭ ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આવો, આપણે સૌ એક્તા અને સમરસતાના તાંતણે બંધાઈને 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરવાના પુરુષાર્થમાં સહભાગી બનીએ.
અમદાવાદ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયો હતો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ટૂકડીઓએ માર્ચ પાસ્ટ રજૂ કરી હતી. આ વર્ષે ૧૪ ભય ટેબલો (ઝાખીઓ) રજૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦ ટેબલોની સરકારી વિભાગોની વિકાસગાથા અને ૪ ટેબ્લો પોલીસ વિભાગની કામગીરી દર્શાવતા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial