Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકો જીવ બચાવવા બારીમાંથી કુદ્યા
અજમેર તા. ૧: અજમેરની હોટેલમાં ભીષણ આગમાં ૪ લોકોના દાઝી જતાં મોત થયા છે. લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા હતા.
આજે રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા છે. હોટલમાં આગ લાગતાં જ લોકો જીવ બચાવવા પાંચમા માળેથી કુદ્યા હતા.
આજે ગુરૂવારે સવારે ડિગ્ગી બજારમાં આવેલી હોટલ નાઝમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બે પુરૂષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસ ઘટનાની જાણ થતાં જ તુરંત ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર્સ પણ બચાવ કામગીરી કરી રહૃાા છે. તેઓએ બેભાન થઈ ગયેલા પાંચ લોકોને બચાવ્યા છે. બે મહિલાઓ આગમાં દાઝતાં ઈજાગ્રસ્ત થઈ છે. એક મહિલા ફાયર ફાઈટર પણ આગની ઝપેટમાં આવી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી.
એડિશનલ એસપી હિમાંશુ જાંગિડે જણાવ્યું હતું કે, હોટલ સુધી પહોંચવા માટેનો રસ્તો સાંકડો હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, અચાનક મોટો ધડાકો થતાં હું અને મારી પત્ની બહાર આવ્યા. લોકો હોટલની બહાર ઉભેલા લોકોને પોતાના બાળકો ફેંકી આપી રહૃાા હતા. એક મહિલાએ બારીમાંથી પોતાનું બાળક નીચે ફેંક્યું હતું. જેમાં નીચે ઉભેલા એક વ્યક્તિએ તેને પકડીને બચાવ્યું હતું. બચાવ કામગીરીમાં પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. અન્ય એક વ્યક્તિ પાંચમા માળની બારીમાંથી કૂદી પડતાં માથા પર ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial