Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીનો ચળકાટ ઝંખવાયોઃ પ્રતિ કિલો ૨૪ હજારનો કડાકો

સોનામાં પણ પ્રતિ ૧૦ ગ્રામ ૪ થી ૫ હજારનો ઘટાડો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૫: સોના-ચાંદીના ભાવોની વધઘટના કારણે વાયદા બજારમાં ભૂકંપ સર્જાયો છે, કારણ કે ચાંદીમાં ૯%નો મસમોટો કડાકો બોલ્યો છે. તો સોનું પણ તૂટયું છે.

આજે સોના અને ચાંદીના બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં ૯% જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે. એમસીએકસ પર ચાંદીના ભાવમાં ૨૪,૧૯૬નો ઘટાડો થતા ભાવ ૨,૪૪,૬૫૪ પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહૃાો છે.

એક જ દિવસમાં ચાંદી ૯% જેટલી તૂટી પડતા બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ચાંદીમાં આજે વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છેઃ

ચાંદી અગાઉ ૨,૬૮,૮૫૦.૦૦ પર બંધ થઈ હતી. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ૨,૫૮,૦૯૬.૦૦ પર ખૂલી હતી. ચાંદી અત્યારે ૨૪,૧૯૬.૦૦ (-૯.૦૦%) તૂટીને ૨,૪૪,૬૫૪.૦૦ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી ઘટીને ૨,૪૪,૬૫૪.૦૦ સુધી પહોંચી ગઈ હતી.

સોનાના ભાવમાં પણ ગઇકાલની સરખામણીએ ફેરફાર જોવા મળ્યો છે. જોકે ચાંદીની તુલનાએ આજે સોનામાં ધીમો કડાકો જોવા મળ્યો. જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન નહોતું થયું. સોનું અગાઉ ૧,૫૩,૮૦૯.૦૦ પર બંધ થયું હતું. આજે સોનું ૧,૫૧,૯૪૮.૦૦ ના સ્તરે ખૂલ્યું હતું.

છેલ્લા અહેવાલો મુજબ આજે મધ્યાન્હે સોનાના ભાવમાં તેજી બાદ ફરી ઘટાડો જોવા મળી રહૃાો છે, જે હાલ ૧,૫૧,૫૬૪.૦૦ ની આસપાસ ટ્રેડ થઈ રહૃાું છે. જોકે આજે સોનું ૧૪૮૪૫૫ના નીચલા સ્તરને સ્પર્શી આવ્યું હતું. જે અંદાજે ૪થી ૫ હજારનો કડાકો દર્શાવે છે.

સોના અને ચાંદીમાં આવેલા આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને ચાંદીમાં ૯% જેવો ઘટાડો છેલ્લા ઘણા સમયનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh