Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદીના ભાભુના પેન્શનની રકમનો મામલોઃ
જામનગર તા. ૩: ખંભાળિયાના ભાતેલના વતની અને હાલમાં મોરબીના ઘુંટુ ગામમાં રહેતા એક ટ્રાન્સપોર્ટરે જામનગરમાં રહેતા તેમના સંબંધી અને તેમના પુત્ર સામે રૂ।.૯ લાખ પરત ન આપી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ કરી છે. જામનગરના વ્યક્તિઓએ ફરિયાદીના ભાભુના પેન્શનની રકમ સપ્તાહમાં વાપરી નાખતા ઉપરોક્ત વિખવાદ સર્જાયો હતો.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના વતની અને હાલમાં મોરબી જિલ્લાના ઘુંટુ ગામમાં રહેતા ટ્રાન્સપોર્ટર દશરથસિંહ બળવંતસિંહ વિભાજીએ જામનગરના ગાંધીનગર નજીકના પુનીતનગરમાં રહેતા રતુભા હનુભા જાડેજા તથા તેમના પુત્ર સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈરાત્રે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ દશરથસિંહના ભાભુના બેંક ખાતામાં પેન્શનના રૂ।.૯ લાખ જમા થયા હતા. તે પૈસામાંથી સપ્તાહનું આયોજન કરવા રતુભાએ વાત કરી હતી. આ વેળાએ દશરથસિંહે હમણા સપ્તાહ (કથા) નથી કરવી તેમ જણાવ્યું હતું. તેમ છતાં રતુભાએ સપ્તાહનું આયોજન કરી નાખ્યંુ હતું.
તે આયોજનની છપાવવામાં આવેલી કંકોત્રીમાં દશરથસિંહ બળવંતસિંહ કે તેમના પરિવારનું નામ નિમંત્રક તરીકે રાખ્યું ન હતું તેથી રૂ।.૯ લાખ દશરથસિંહે પરત માંગ્યા હતા અને રતુભાએ તે રકમ સપ્તાહમાં વાપરી નાખી છે તેમ જણાવ્યું હતું. તેથી આ રકમની ફરીથી ઉઘરાણી કરાતા રતુભા તથા તેમના પુત્રએ ગાળાગાળી કરી જોઈ લેવાની ધમકી આપતા આખરે દશરથસિંહે વિશ્વાસઘાત કરવા અંગે રતુભા હનુભા જાડેજા તથા તેમના પુત્ર સામે ફરિયાદ કરી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર), ૩૫૧ (ર), ૩૫૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial