Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્સરના દર્દીઓ માટે ઈટ્રા દ્વારા
જામનગર તા. ૫: આર.ટી.આઈ.એ. જામનગર માં પંચકર્મ વિભાગમાં જે દર્દીઓને માથા, ગરદન અને મુખના કેન્સરની તકલીફ હોય તથા જેઓએ કીમો કે રેડિયો થેરાપી લઈ રહ્યા હોય તેઓને થતી આડઅસરને નિવારવા માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને વાળ ખરવા, મોઢામાં ચાંદા પડવા, ભૂખ ન લાગવી, થાક લાગવો, નબળાઈ, ઊબકા અને ઊલટી જેવી આડઅસરો હોય છે.
આ માટે પ્રારંભિક નિદાન અને સારવાર મેળવવા માટે પંચકર્મ થેરાપી દ્વારા ચિકિત્સા આપવામાં આવશે. તેનો લાભ લેવા માટે ઓ.પી.ડી. નંબર ૧૨, પંચકર્મ વિભાગ, સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, આઈ.ટી.આર.એ. કેમ્પસ, જામનગરમાં તા. ૫ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન સવારે ૯ થી ૧૨:૩૦ અને સાંજે ૪ થી ૫:૩૦ દરમ્યાન સંપર્ક કરવો. દર્દીઓને તેનો વિનામૂલ્યે લાભ લેવા સંસ્થાના ડાયરેકટર પ્રો.ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial