Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા પાટીયા પાસે કચરાનું ટ્રેક્ટર ખાલી કરતા પ્રૌઢને બોલેરોની ટક્કરઃ કમર-છાતીમાં ફ્રેક્ચર

રિક્ષાની પાછળ મોટર ટકરાઈઃ ચાલકને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટીયા પાસે મંગળવારે બપોરે કચરાનું ટ્રેક્ટર ખાલી કરવા આવેલા એક શ્રમિકને બોલેરોએ ટક્કર મારતા આ પ્રૌઢને છાતી તથા કમરમાં ફ્રેક્ચર થઈ ગયા છે. જ્યારે ગઈકાલે સવારે અલીયા પાટીયા પાસે એક રિક્ષાની પાછળ મોટર ટકરાઈ પડતા રિક્ષાચાલક ઘવાયા છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ભગવતી સોસાયટીમાં વસવાટ કરતા મૂળ પોરબંદર જિલ્લાના પારાવડા ગામના વતની મેપાભાઈ ખોડાભાઈ રાઠોડ (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ ગયા મંગળવારે બપોરે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિક્કા ગામના પાટીયા પાસે ભંગારના વાડા નજીક ખૂલી જગ્યામાં કચરાનું ટ્રેક્ટર ખાલી કરવા માટે ગયા હતા.

આ સ્થળે તેઓ કામ કરતા હતા ત્યારે જીજે-૩-બીડબલ્યુ ૧૨૧૦ નંબરની બોલેરોના ચાલકે મેપાભાઈને હડફેટે લેતા આ પ્રૌઢને પેટમાં ઈજા થઈ હતી તેમજ છાતી તથા કમરમાં ફ્રેક્ચર થઈ ગયા હતા. અકસ્માત સર્જી બોલેરોનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત મેપાભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર પ્રવીણભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રાજપાર્ક નજીક આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા કેશુભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામના રિક્ષાચાલક જીજે-૬-એડબલ્યુ ૫૭૦૦ નંબરની રિક્ષા લઈને ગઈકાલે સવારે ચારેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અલીયા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે આ રિક્ષાની પાછળ જીજે-૧૦-ઈસી ૩૮૫૦ નંબરની મોટર ટકરાઈ પડી હતી. ગોથું મારી ગયેલી રિક્ષામાંથી ફેંકાઈ ગયેલા કેશુભાઈને માથામાં ઈજા ઉપરાંત મણકામાં ફ્રેક્ચર થઈ ગયું છે. તેઓએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh