Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા
ખંભાળિયા તા. ૩૦: ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારકાના રૂ.૧૪.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગનું શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઇ-લોકાર્પણ થયુ હતુ, જેમાં મંત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, યુવાઓના કૌશલ્ય નિર્માણ થકી આત્મનિર્ભર બનાવવામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અનેરૃં યોગદાન છે.
શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારકાના રૂ.૧૪.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ દ્વારકામાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહૃાું હતું કે, આજના આધુનિક તથા ઝડપી યુગમાં સ્કિલ મુજબ આઈટીઆઈમાં પણ નવા કોર્ષનો સમયાંતરે ઉમેરો થઈ રહૃાો છે. આજે ૧૫૪ થી વધુ કોર્ષ રાજ્યની વિવિધ આઈ.ટી.આઈ.માં ચાલે છે. વિકસિત ભારત ૨૦૪૭ ની સંકલ્પના હેઠળ કેવા પ્રકારના કોર્ષની જરૂરિયાત જણાશે એ દિશામાં ટેકનોલોજી સાથેના કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે સોલર, ડ્રોન રીપેરિંગ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ કોર્ષ ઉર્જા વિભાગના છે. તાલીમની સાથે જ યુવાઓ રોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે કહૃાું કે, ગુજરાત રાજ્યે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. ગુજરાતનો વિકાસ આજે સમગ્ર વિશ્વ જોઈ રહૃાું છે. જેનો સંપૂર્ણ શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને જન સુખાકારીના કલ્યાણ માટે લીધેલા નિર્ણયોને આભારી છે. દેશના યુવાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તથા કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં થાય તે માટે મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી યુવાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. ૨૧મી સદીમાં આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી યુવાઓનું કૌશલ્ય નિર્માણ થાય તેવા તમામ પ્રયાસો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહૃાા છે. યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમો આપી રોજગારી તથા ઉત્તમ કારકિર્દી ઘડવામાં ઔધોગિક તાલીમ સંસ્થાઓનું અનેરું યોગદાન રહૃાું છે. આજરોજ દ્વારકામાં લોકાર્પણ કરવામાં આવેલ આઈ.ટી.આઈના નવીન બિલ્ડિંગથી અહીંયા શિક્ષણ મેળવતા યુવાઓનું ભવિષ્ય નિર્માણ ઉત્તમ બનશે તેમજ કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે.
ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારકામાં આર્મેચર મોટર રિવાઇડિંગ, એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર કામ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (કોપા), ઇલેક્ટ્રિશ્યન, ફિટર, મિકેનિક ડીઝલ, પ્લમ્બર, વેલ્ડર, વાયરમેન સહિતના કોર્ષ કાર્યરત છે.
લોકાર્પણ કાર્યક્રમ નિમિતે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે.કે.હાથિયા, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ દેવીસિંગભા હાથલ, મામલતદાર જે.એન. મહેતા, અગ્રણી લુણાભા સુમણીયા, વનરાજભા માણેક, સરજુભા માણેક, વિજય બુજડ સહિત પદાધિકારીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહૃાાં હતાં.
દ્વારકામાં લોકાર્પણ થયેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના રૂ.૧૪.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગમાં ૧૭ કલાસ રૂમ / થિયરી રૂમ, ૨૨ વર્કશોપ, ઓડિટોરિયમ, પ્લેસમેન્ટ કાઉન્સિલિંગ રૂમ, આઈ.ટી.લેબ, વહીવટી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટાફ રૂમ, લર્નિંગ લાયસન્સ ટેસ્ટ રૂમ, લાયબ્રેરી તથા કેન્ટિન સહિતની સુવિધા તથા અદ્યતન મશીનરીઓ ઉપલબ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial