Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રોન હુમલાના કારણે અંગે અનેક અટકળોઃ રક્ષામંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર યથાવત હોવાનુ જણાવ્યા પછી પાકિસ્તાનમાં અફરાતફરી
નવી દિલ્હી તા. ૮: પાકિસ્તાનના લાહોરમાં ત્રણ સિરિયલ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ છે અને લોકોમાં ફફાડટ ફેલાયો છે. આ બ્લાસ્ટ કયા કારણે થયા તે અંગે તપાસ શરૂ થઈ છે તથા અનેક ફલાઈટો રદ થઈ છે. કરાંચીનુ એરપોર્ટ બંધ કરાયુ છે, અને આ બ્લાસ્ટને લઈને અટકળોનું બજાર ગરમ છે. બીજી તરફ ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ ઓપરેશન સિંદૂર યથાવત હોવાની જાહેરાત કરી હોવાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે.
ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લાહોરમાં સિરિયલ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટના કોણે કર્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. લાહોરના વોલ્ટન એરપોર્ટ વિસ્તારમાં ૪૦ મિનિટ સુધી સિરિયલ બ્લાસ્ટ થયા હતા. પાકિસ્તાનના કરાંચી, લાહોર અને રાવલપીંડીમાં પણ ડ્રોન એટેક પછી જોરદાર વિસ્ફોટ થયા હોવાનુ જાણવા મળે છે. ઓપરેશન સિંદુર યથાવત રહ્યુ હોવાના અહેવાલો પછી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. લાહોર પછી રાવલપીંડી અને કરાંચીમાં પણ ડ્રોન એટેકની સાથે પ્રચંડ વિસ્ફોટ થયા હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે, તેથી પાક.માં અફરાતફરી મચી ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે બુધવારે પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ લોકોમાં ભયનો માહોલ છે. આ દરમિયાન આજે (ગુરૂવારે) લાહોરમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ કોણે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
પ્રથમ બ્લાસ્ટ એક બિલ્ડિંગમાં થયો હતો અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લાહોરના ગુલબર્ગ વિસ્તાર અને વોલ્ટન એરપોર્ટ પાસે નસીહાબાદ અને ગોપાલનગર પણ બ્લાસ્ટનો શિકાર થયા છે. આ ઘટના બાદ ત્યાં અફરા-તફરીનો માહોલ છે.
લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. આ ઘટના બાદ લાહોરના લોકોમાં ડરનો માહોલ છે. તે રસ્તા પર દોડી આવ્યા હતા. બ્લાસ્ટ પછી આ વિસ્તારમાં ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના સ્થાનિક જીઓ ન્યૂઝે આ વિસ્ફોટના સમાચારની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના લાહોરમાં ડ્રોન હુમલા બાદ ગભરાટનો માહોલ છે. લાહોર એરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટો સંભળાયા છે. આનાથી પાકિસ્તાનના ફ્લાઇટ ઓપરેશન પર પણ અસર પડી છે. પાકિસ્તાનના કરાચી, લાહોર અને સિયાલકોટ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. દહેશતમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના લાહોરમાં સતત ત્રણ વિસ્ફોટ થયા. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે લાહોરમાં ડ્રોન હુમલા થયા છે. લાહોર એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટોનો પડઘો ઘણાં કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ પછી, સાયરનના અવાજો પણ સંભળાયા. ખુદ પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. વિસ્ફોટો પછી લોકો અહીં-ત્યાં દોડવા લાગ્યા. આકાશમાં ધુમાડાનું વાદળ દેખાયું. ડ્રોન દ્વારા ધડાકા થયાની શકયતાઓ.
સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે તેઓ વિસ્ફોટોના સ્થાન અને કારણની તપાસ કરી રહૃાા છે. લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં વોલ્ટન એરપોર્ટ નજીક વોલ્ટન રોડ પર અનેક વિસ્ફોટો સંભળાયા. લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળી ગયા. લોકોએ ધુમાડાના ગોટા જોયા હોવાની જાણ કરી છે.
સુત્રોને ટાંકીને આવી રહેલી વિગતો મુજબ વોલ્ટન એરપોર્ટ પછી ડ્રોન હુમલો થયો છે. વિસ્ફોટો બાદ લાહોર એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે આ એક પ્રકારનો ડ્રોન હુમલો છે. આ વિસ્ફોટ વોલ્ટન એરપોર્ટ નજીક પાકિસ્તાની આર્મી યુનિટ સ્થિત છે તે જગ્યાએ થયો હતો. કરાચી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે.
લાહોરમાં આ વિસ્ફોટ એવા સમયે જોવા મળ્યા છે જ્યારે એક દિવસ પહેલા જ ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. હાલમાં, લાહોરમાં આ વિસ્ફોટ કોણે કર્યા તે બહાર આવ્યું નથી. ભારતે ૭ મેની મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હુમલામાં ૧૦૦ થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.
લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે એરપોર્ટ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી લાહોર એરપોર્ટ પર સાયરનનો અવાજ સંભળાયો અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ લાહોરના વોલ્ટન રોડ વિસ્તારમાં થયા હતા.
લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે સુત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવી રહૃાું છે કે લાહોરમાં પાકિસ્તાની સેનાના અભ્યાસ દરમિયાન એરપોર્ટ નજીક વિસ્ફોટ થયો હતો. આનો અર્થ એ થયો કે પાકિસ્તાની સેનાએ ભૂલથી પોતાના જ શહેર પર હુમલો કર્યો છે.
ભારતે મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ મોટા પાયે મિસાઇલ હુમલો કર્યો હતો. આ મિસાઈલ હુમલામાં લશ્કર અને જૈશના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ૧૦૦ થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં પાકિસ્તાની નાગરિકો કે લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. ભારતે પાકિસ્તાનને કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવાની સલાહ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial