Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૮-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં ટેરિફ મુદ્દે નવી ઉથલપાથલ ઊભી કરી હોવાને લીધે વૈશ્વિક સ્તરે માહોલ અનિશ્ચિત રહેતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને એક તરફ ટેરિફ મામલે અનિશ્ચિતતામાં રાખી જીઓપોલિટીકલ ટેન્શન વધારતાં રહી રશીયા પર હુમલો કરવા યુક્રેનને ઉક્સાવ્યા બાદ ફેરવી તોળતાં અનિશ્ચિતતાના આ માહોલમાં વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ સતત સાવચેતી રહી હતી.
જો કે અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ મામલે વાટાઘાટનો નવો દોર ચાલુ થયો હોઈ અને ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર ૧૯% ટેરિફ અને ૫૦ બોઈંગ જેટ ખરીદવાની શરતી ડિલ કર્યાની જેમ ભારત સાથે પણ આવી શરતી ડિલ કરી ટેરિફ ડિલના નવા વાટાઘાટ શરૂ થયા હોવાના સંકેતો મળ્યા છે, તે છતાં કેટલીક મોટી કંપનીઓના નિરાશાજનક ક્વાર્ટર રિઝલ્ટ્સ અને વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં વધારો થવાની શક્યતા તેમજ વિદેશી રોકાણકારો વેચવાલી તરફ વળ્યા હોવાને લીધે ભારતીય બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૬%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૪% અને નેસ્ડેક ૦.૭૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૧ અને વધનારની સંખ્યા ૧૬૮૯ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૭૩૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૪૭૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૩૨૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૭૪૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૨,૫૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૨,૮૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૨,૫૨૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૩૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૨,૬૬૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, બેન્કેકસ અને ટેક સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, લાર્સેન લિ., ઈન્ફોસીસ લિ., ટીસીએસ લિ. અને એનટીપીસી લિ. જેવા શેરો ૨% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એકસિસ બેન્ક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, કોટક બેન્ક, ઇટર્નલ લિ., આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા શેરો ૪.૦% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
જીન્દાલ સ્ટીલ (૯૫૭) : જીન્દાલ ગ્રુપની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ટાટા કેમિકલ્સ (૯૩૮) : કોમોડિટી કેમિકલ્સ સેક્ટરના આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૯૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ઇન્ડસઇન્ડ બેન્ક (૮૬૩) : રૂ.૮૪૪ નો પ્રથમ તેમજ રૂ.૮૨૮ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૭૮ થી રૂ.૮૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
ટાટા સ્ટીલ (૧૬૧) : આયર્ન અને સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૭ થી રૂ.૧૭૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૧૪૬ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારત સાથેની અમેરિકાની ટ્રેડ ડિલ કેટલાક મહત્વના મામલે ઘોંચમાં પડી જઈ ફરી વાટાઘાટના તબક્કામાં આવી પડેલી આ ડિલને લઈ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. બ્રાઝિલ પર ૫૦% ટેરિફ અને ઈન્ડોનેશિયા પર ૧૯% ટેરિફ અને ૫૦ બોઈંગ જેટ ખરીદવાની શરતી ડિલ કર્યાની સાથે ટ્રમ્પ ભારત માટે પણ પોતાની જિદ પૂરી નહીં થવાના સંજોગોમાં આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરીને ભારતને સ્તબ્ધ કરી શકે છે. જે સંજોગોમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે.
ચોમાસું સારૂ રહ્યું હોઈ આ પોઝિટીવ પરિબળ સામે કોર્પોરેટ ઈન્ડિયાના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં આ વખતે અનેક પડકારોને લઈ પરિણામોમાં સાધારણથી નબળી શકયતાઓ જોવાઈ રહી છે. જેથી આ પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ટ્રમ્પના ટેરિફ મામલે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.