Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈરાત્રે ડ્રોન-મિસાઈલો તથા યુદ્ધ જ્હાજો નષ્ટ થયા પછી પાકિસ્તાન થયું ઘાંઘુઃ એલઓસી પર સતત ગોળીબારઃ જડબાતોડ જવાબ
નવી દિલ્હી તા. ૯ઃ ઓપરેશન સિંદૂર યથાવત્ હોવાનું જાહેર થયા પછી પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદે ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા પછી ભારતે ગઈ રાત્રે પાકિસ્તાનના મુખ્ય શહેરોમાં હવાઈ હુમલા કરીને તબાહી મચાવી હતી. આજે પણ પાકિસ્તાને એલઓસી પર નિર્દોષ લોકો પર ફાયરીંગ તથા ગોળાઓ ફેંકતા ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. એક જ રાતમાં પાક. અડધું તબહા થયું છે. સાત ઘૂસણખોરોને સેનાએ ફૂંકી માર્યા છે.
ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના હવાઈ હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએફ એ સાંબામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા હતાં.
પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ભારતે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને અન્ય સ્થળોએ સૈન્ય સ્થાપનો પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતાં.
ભારતીય સેનાએ કહ્યું કે ૮ અને ૯ મે ર૦રપ ની રાત્રે પાકિસ્તાની સેનાએ પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
સેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા હતાં અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય સરહદોની સુરક્ષા માટે દરેક જરૃરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં.
આતંકવાદ વિરૃદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને ગુરુવારે જમ્મુ-કાશ્મીરથી જેસલમેર સુધી ભારતના લગભગ ૧પ શેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યું છે.
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (૮ મે ર૦રપ) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતાં
જો કે, આ હુમલામાં કોઈપણ પ્રકારે ભારતને નુક્સાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.
સવારે નિયંત્રણ રેખા નજીક જોરદાર વિસ્ફોટો સંભળાયા હતાં. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા આ હુમલાનો ભારતીય સેના પણ યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના દ્વારા એલઓસી પર સતત ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીના વિનાશનો વીડિયો જાહેર કર્યો છે.
ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી આખી રાત પાકિસ્તાની હુમલાઓનો જવાબ આપી રહી છે. મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારતીય લશ્કરી થાણાઓને નિશાન બનાવીને સતત ગોળીબાર અને રોકેટ લોન્ચિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારતે તે બધાનો આકાશમાં જ નાશ કર્યો.
પાકિસ્તાન દ્વારા આ નાપાક હુમલો ગુરુવારે મોડી રાત્રે શરૃ થયો જ્યારે પાકિસ્તાની સેનાએ સસ્તા રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરીને હમાસ શૈલીમાં લગભગ સમગ્ર સરહદ રેખા પર હુમલો કર્યો. આ પછી ભારતીય વાયુસેના અને ભારતીય વાયુ સંરક્ષણે પણ યોગ્ય જવાબ આપ્યો. આ પછી બહાર આવેલા અહેવાલો અનુસાર ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કડક કાર્યવાહી કરી, જો કે આ પછી પણ પાકિસ્તાન અટક્યું નહીં. સવારે અખનૂર, સાંબા, બારામુલ્લા અને કૂપવાડા સહિત ઘણી જગ્યાએ વિસ્ફોટો અને સાયરનના અવાજો સંભળાયા હતાં.
મેરેથોન બેઠકોમાં પૂર્ણકક્ષાના યુદ્ધની તૈયારી ?
ભારતના વળતા આક્રમણ પછી પાકિસ્તાનમાં મચી ભારે તબાહી
ભારતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઈલો છોડીને આતંકવાદી છાવણીઓનો નાશ કર્યા પછી પાકિસ્તાન દ્વારા આ હૂમલા કરવામાં આવ્યા હતાં. પાકિસ્તાન સરકાર અને તેની સેના આતંકવાદ પરનો આ પ્રહાર સહન કરી શક્યા નહીં અને ભારત સામે બદલો લેવાનો નિર્ણય લીધો. પણ તેમાંય પાકિસ્તાન વામણું નીકળ્યું. પછી ભારતે લાહોર, ઈસ્લામાબાદ, મુરાદાબાદ, સિયાલકોટ, રાવલપિંડી જેવા શહેરો અને કરાચી પોર્ટ પર જોરદાર એટેક કર્યા. આ એટેકમાં પાકિસ્તાન અડધુ તબાહ થઈ ગયું છે.
ભારતના 'ઓપરેશન સિંદૂર' થી હતાશ થઈને, પાકિસ્તાની સેનાએ ગુરૃવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હૂમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમથી આ હૂમલાને નિષ્ફળ બનાવ્યા. આ સમગ્ર ઘટના પર રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સાઉથ બ્લોકમાં સીડીએસ (ચીફ આર્મી સ્ટાફ) અને ત્રણેય સેનાના વડાઓ સાથે સવારે ૧૦.૩૦ વાગ્યાથી મિટિંગ શરૃ કરી હતી. જે બપોરે ૧ર.૩૦ વાગ્યે પૂરી થઈ હતી. બપોરે રાજનાથસિંહની ડીઆરડીઓ ચીફ સાથે પણ હાઈલેવલ મિટિંગ પછી ગૃહમંત્રી અમિત શાહે ડીઆરડીઓ તથા સીઆઈએસએફ સાથે બેઠકો યોજી હતી.
રક્ષામંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોકમાં હાઈ લેવલ મિટિંગ કરી હતી. જેમાં સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેના પ્રમુખ હાજર હતાં. આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન તરફથી સંભવિત હૂમલાને ધ્યાનમાં રાખીને ચંદીગઢમાં હાલ એલર્ટ છે. ચંદીગઢમાં સાયરન વાગી રહ્યાં છે. વાયુસેના સ્ટેશનને ચેતવણી આપવામાં આવી છે. ચંદીગઢના ડીસીએ દરેકને પોતાના ઘરની અંદર રહેવા અને બાલ્કનીઓથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. મોહાલીમાં પણ એલર્ટ છે.
અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ કહ્યું કે, અમે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પનો નાશ કર્યો છે. અમારૃં યુદ્ધ આતંકવાદીઓ સામે છે. દુનિયાએ ચિંતા કરવી જોઈએ કે, પાકિસ્તાન આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે. દુનિયાએ પાકિસ્તાનને કહેવું જોઈએ કે તેણે હવે આતંકવાદને પોષવાનું બંધ કરવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial