Advertisement
Author: નોબત સમાચાર

ફુડ ટેસ્ટીંગ લેબોરેટરી બનાવી, પરંતુ સલમ સ્ટાફનો સદંતર અભાવ

જામનગર મહાનગરપાલિકાની બલિહારીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકાએ ફુડ ટેસ્ટીંગ લેબોરેટરી બનાવી નાખી છે. પરંતુ ત્યાં ફુડ ટેસ્ટીંગ કરવા માટેના સલમ અધિકારી ઉપલબ્ધ નથી. પરિણામે હાલ માત્ર પાણીનું જ ટેસ્ટીંગ થાય છે. એટલે કે આજે પણ ખાદ્ય ચીજોના નમૂના જામનગર બહાર મોકલવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત નવા પ્રોજેકટો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સારી ઉતાવળ જોવા મળે છે. પરંતુ બાંધકામ પછી જરૂરી સ્ટાફની ઉણપના કારણે કરોડો રૂપિયાના ખર્ચની સુવિધાનો ઉપયોગ થતો નથી.

આશરે એકાદ કરોડના ખર્ચથી ફુડ ટેસ્ટીંગ લેબોરેટરી બનાવાઈ છે પરંતુ આજે પણ અહીં માત્ર પાણીના નમૂના જ ટેસ્ટીંગ થાય છે. ઘી-દૂધ-પનીર અને અન્ય ખાદ્યચીજોના નમૂનાને પરીક્ષણ માટે વડોદરા મોકલવામાં આવે છે. આમ, લેબોરેટરી તો અદ્યતન બનાવી પરંતુ તેમાં જરૂરી સલમ સ્ટાફનો અભાવ છે. ત્યારે અત્યારે આવી જગ્યા પર ભરતી કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh