Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર ત્રીજાના સંઘચાલક મુકેશભાઈ મલકાનનું માર્ગદર્શનઃ
લાલપુર તા. ૮: રાષ્ટ્રીય સ્વયસંવક સંઘ લાલપુર દ્વારા તાલુકા સ્તરનો વિજ્યાદશમી ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પથ સંચલનથી થઈ હતી જેમાં રપ૦ સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાયા હતાં. આ પંથ સંચલન ગામના જાહેર માર્ગો પરથી પસાર થઈ વીર સાવરકર વિદ્યાલયમાં સંચલન પૂર્ણ થયું હતું. સંચલન દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ઠેર ઠેર ગ્રામજનો દ્વારા સ્વયંસેવકો અને ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી. સંચલન પછી વીર સાવરકર વિદ્યાલયમાં જાહેર કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મુખ્ય અતિથિ તરીકે ગામના સેવાભાવી અને મોક્ષપુરી ધામમાં સેવા આપતા અશોકભાઈ માકડિયા અને કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાનનું માર્ગદર્શન મળ્યું હતું. મુખ્ય વક્તવ્યમાં વિજ્યાદશમી ઉત્સવના મહત્ત્વ વિશે તથા સંઘ દ્વારા નક્કી થયેલ પંચ પરિવર્તનના વિષયો મૂકાયા હતાં. આ કાર્યક્રમ સંપન્ન થયા પછી ગ્રામજનો દ્વારા શસ્ત્રપૂજન થયું તથા રાષ્ટ્રીય સેવિકા સમિતિના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રદર્શનનીનો લાભ ગ્રામજનોએ લીધો. ગ્રામીણ જીવન સંસ્કૃતિ, ગૌ સંવર્ધન પ્રોડક્ટ, સાહિત્ય વેંચાણ કેન્દ્ર જેવા આકર્ષણના કેન્દ્ર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial