Advertisement
Author: નોબત સમાચાર

જામ-રાવલમાં ૧૦ ફેબ્રુઆરીના યોજાશે નેત્રયજ્ઞ

રાવલના ગીરીરાજ ચેરી. ટ્રસ્ટ તથા રાજકોટના રણછોડદાસજી બાપુ ચેરી. ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

રાવલ તા. ૬: જામરાવલમાં આગામી ૧૦ મી ફેબ્રુઆરી ને મંગળવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ સુધી રાવલની સરકારી હોસ્પિટલમાં નેત્રયજ્ઞ યોજાશે

રાવલની સેવાભાવી સંસ્થા ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટના રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનાર આ કેમ્પ માટે રાવલના સ્વ. પંચાણભાઈ વિરજીભાઈ દેત્રોજા પરિવારના રમેશભાઈ દેત્રોજા દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો છે અને આ કેમ્પનો લાભ લેવા સ્થાનિક તથા આજુબાજુના ગામોને બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી જણાવાઈ રહ્યું છે.

આ કેમ્પમાં આંખના દર્દોનું નિદાન કરી મોતિયાના દર્દીઓને રાજકોટની સંસ્થાની હોસ્પિટલની બસમાં રાજકોટ લઈ જઈ, ફેંકો પદ્ધતિથી ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી એ જ બસમાં પરત રાવલ સુધી પહોંચાડી દેવાશે. દરેક દર્દીને હોસ્પિટલમાં ભોજન-અલ્પાહાર, ચા-પણીની સુવિધા, ચશ્મા, દવા, ટીપાં, ધાબળો વિગેરે અપાશે.

આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી અપાશે નહીં. વધુ વિગત માટે ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ ગોકાણી (મો.નં. ૯૪ર૭૮ પ૯૧૦૮) પર સંપર્ક સાધી શકાશે, તેમ સંસ્થાએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh