Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીન હવે ખૂલ્લેઆમ સમર્થનમાં: દુઃખતી નસ દબાવી
નવી દિલ્હી તા. ર૬: જો ઈરાન પર હૂમલો થશે તો ૪૮ કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ઠપ્પ કરી દઈશું...! ઈરાન માટે મેદાને આવેલા ચીને ધમકી આપીને ચીને અમેરિકાની દુઃખતી નસ દબાવી છે.
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હવે ચીન ખૂલીને ઈરાનના પક્ષમાં આવી ગયું છે. ચીને વોશિંગ્ટનને સીધી ધમકી આપી છે, કે જો અમેરિકા તહેરાન (ઈરાન) પર હુમલો કરશે, તો ચીન તરત જ રેર મેટલની નિકાસ રોકી દેશે.
આ ધમકી અત્યંત ગંભીર માનવામાં આવે છે, કારણ કે અમેરિકા તેની જરૂરિયાતના ૯૦ ટકા રેર મેટલ ચીન પાસેથી ખરીદે છે. જો ચીન આ સપ્લાય અટકાવે, તો માત્ર ૪૮ કલાકની અંદરજ અમેરિકાની આખી ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ઠપ્પ થઈ શકે છે. રેર મેટલ અત્યાધુનિક એફ-૩પ ફાઈટર જેટ્સ, મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ અને હાઈ-ટેક ઈલેક્ટ્રોનિક ચિપના ઉત્પાદનમાં પાયાનું ઘટક છે.
આ કિંમતી ધાતુઓના પુરવઠા વિના અમેરિકાની સૈન્ય તાકાત અને સરંક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે પાંગળી બની શકે તેમ છે. બીજી તરફ ચીન હવે ઈરાનને અત્યાધુનિક હથિયારો વેંચવાની પણ તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ ઈરાન ચીન પાસેથી સીએમ-૩૦ર સુપરસોનિક એન્ટીશિપ મિસાઈલો ખરીદવા જઈ રહ્યું છે. જે ર૯૦ કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે અને અમેરિકાના એરક્રાફટ કેરિયર કે વિનાશક જહાજોને ડુબાડવા માટે સક્ષમ છે. ચીન માટે ઈરાન એટલે મહત્ત્વનું છે, કારણ કે ચીન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ ઈરાન પાસેથી ખરીદે છે.
આ ઉપરાંત જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો 'હોર્મુઝની સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ થઈ શકે છે. જે ચીનના આંતરાષ્ટ્રીય વેપાર માટે આર્થિક રીતે મોટું નુકસાન સાબિત થઈ શકે. આમ ચીન પોતાના આર્થિક અને સામાજિક હિતોના રક્ષણ માટે હવે અમેરિકા સામે ઈરાનનું કવચ બનીને ઊભું રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial