Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ પોલીસમાં કરી જાણઃ
જામનગર તા. ૧૦: કાલાવડના નપાણીયા ખીજડિયા ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધે અકળ કારણથી ગયા સોમવારે ઝેરી ટીકડા ગળી લીધા પછી તેઓનું સારવાર દરમિયાન રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામમાં વસવાટ કરતા બાબુલાલ મોહનભાઈ સાવલીયા (ઉ.વ.૬૩) નામના વૃદ્ધે ગયા સોમવારની સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કર્યા પછી કોઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં બાબુલાલને બેશુદ્ધ હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર વિમલભાઈ સાવલીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આ વૃદ્ધની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial