Advertisement
Author: નોબત સમાચાર

ગોવામાં લૈરાઈ દેવીની યાત્રામાં ભાગદોડ સર્જાતા ૭ શ્રદ્ધાળુઓના મૃત્યુઃ ૩૦ને ઈજાઃ આઠ ગંભીર

મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દોડયાઃ રાહત બચાવ શરૂ, વહીવટીતંત્રે તમામ તૈયારી કરવા છતાં આ સ્થિતિ સર્જવા પાછળનું કારણ અકળઃ તપાસના આદેશ

                                                                                                                                                                                                      

પણજી તા. ૩: ગોવામાં ધાર્મિક યાત્રા દરમ્યાન ભાગદોડ થતા ૭ના મૃત્યુ થયા છે. ઉતર ગોવાના શિરગાવમાં યોજાયેલી શ્રી લૈરાઈ દેવી યાત્રા દરમ્યાન બનેલી દુર્ઘટનામાં ૩૦ને ઈજા થઈ છે.

ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન ભાગદોડ મચી હોવાના અહેવાલ છે. આ ભાગદોડમાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે ૩૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે આ ભાગદોડ શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન થઈ હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.  આ ભાગદોડ પાછળનું કારણ હાલમાં તપાસવામાં આવી રહૃાું છે. પોલીસની શરૂૂઆતની તપાસમાં ભાગદોડનું કારણ જાણી શકાયું નથી. આ ભાગદોડમાં માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

એવું કહેવામાં આવી રહૃાું છે કે વહીવટીતંત્રે આ કાર્યક્રમ માટે મોટા પાયે વ્યવસ્થા કરી હતી. યાત્રા દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે એક ખાસ પોલીસ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. ભીડ પર નજર રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહૃાો હતો. આ જાત્રા નિમિત્તે શિરગાંવમાં ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે, સમગ્ર શિરગાંવને શણગારવામાં આવ્યું છે. આ પ્રસંગે ભક્તો દેવી લૈરાઈના મંદિરમાં પ્રાર્થના માટે જાય છે.

એવું માનવામાં આવે છે કે દેવી માતાને મોગરા ફૂલોની માળા ખૂબ ગમે છે, તેથી, આ મંદિરમાં મોગરા ફૂલોથી બનેલા માળા ખાસ ચઢાવવામાં આવે છે. આ જાત્રા દરમિયાન ઘણાં ભક્તો ઉપવાસ કરે છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૩૦ લોકો ઘાયલ થયા છે, જેમાંથી આઠની સ્થિતિ ગંભીર છે અને બેને બામ્બોલિમ સ્થિત ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બે મહિલાઓ સહિત ચાર લોકોને માપુસાની ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આઠ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ૧૦ ઘાયલોને સામાન્ય ઇજાઓ થઈ હતી. રાણેએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક અને વ્યાપક પગલાં લીધાં છે.

તેમણે કહ્યુ કે, અમે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સાથે સંકલન કર્યું અને ખાતરી કરી કે ઘટના પછી તરત જ પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે ત્રણ વધુને ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી હતી, વધારાના ડોકટરો તૈનાત કરવામાં આવ્યા હતા અને સંકલિત સંભાળ પૂરી પાડવા માટે વેન્ટિલેટર સાથે એક સમર્પિત આઈસીયુ સ્થાપિત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઉત્તર ગોવાની જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મુખ્યમંત્રી ઘાયલોને મળ્યા અને તેમની સારવાર વિશે માહિતી મેળવી. તેમણે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. ગોવા કોંગ્રેસે શિરગાંવમાં શ્રી લૈરાઈ દેવી જાત્રામાં થયેલી ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પાર્ટીએ લખ્યું, અમે આ દુઃખદ ઘટનાની નિંદા કરીએ છીએ અને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી હ્ય્દયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે બધા ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh