Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાદરાની શાળાના ઓરડામાં રાત્રિ મુકામ
જામનગર તા. ૨૫: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ઘનશ્યામભાઈ ભંડેરીના ખેતરની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ ગાયનું દોહન કર્યું હતું અને ખેતરમાં સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિનો મંત્ર આપ્યો હતો. કેમિકલમુક્ત ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બન વધારવા અને આર્થિક સમૃદ્ધિ મેળવવા રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું હતું. ભાદરાની સરકારી શાળાના ઓરડામાં રાત્રિરોકાણ કરી રાજ્યપાલે સાદગી પરિચય આપ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત દરમિયાન પોતાની સાદગી અને કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો.
ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા પછી વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત ઘનશ્યામભાઈ ભંડેરીના પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાતે પહોંેંચ્યા હતા.
રાજ્યપાલે ખેતરની મુલાકાત દરમિયાન માત્ર નિરીક્ષણ જ નહીં, પરંતુ ખેતીની પ્રક્રિયામાં સક્રિય રસ લીધો હતો. તેમણે જાતે ગાયનું દોહન કર્યું હતું અને ખેતરમાં હળ ચલાવીને ઉપસ્થિત સૌ ખેડૂતોને આશ્ચર્યચકિત કર્યા હતા. પ્રાકૃતિક કૃષિ માટે અત્યંત મહત્ત્વના એવા 'ઘન જીવામૃત'ની બનાવટનું નિરીક્ષણ કરવાની સાથે તેમણે ખેતરમાં લહેરાતી વિવિધ બાગાયતી પેદાશો અને વૃક્ષોની ગુણવત્તા પણ ચકાસી હતી.
સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવો એ જ કૃષિની સાચી સમૃદ્ધિ છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવતી મુશ્કેલીઓ વિશે જાણી તેમણે તેનું તાર્કિક નિવારણ સૂચવ્યું હતું. તેમણે દરેક ખેડૂતને પ્રાયોગિક ધોરણે ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા માટે ભાવભર્યું આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલના આગમનથી ઉત્સાહિત ખેડૂત ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, ''રાજ્યના સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિ અમારા જેવા સામાન્ય ખેડૂતના આંગણે આવે અને પોતે ગાય દોહવા તેમજ કૃષિ વિષયક અન્ય કાર્યો કરે તે અમારા માટે ગૌરવની ક્ષણ છે. તેમની આ મુલાકાતથી અમારા સમગ્ર પંથકમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે નવી ચેતનાનો સંચાર થયો છે.''
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial